પૃષ્ઠ:Rasataragini.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩

એને તે કોષ તણી કૂચીએ રે લોલ,
હીરા ને મોતીઓ હજાર રે. ભાભીના ૦

એ તો અમારી અન્નપૂરણા રે લોલ,
વીરાના વંશ કેરી વેલ્ય રે. ભાભીના૦

હસતી ઉષા એ અમ આભની રે લોલ,
રઢિયાળી રંગડાની રેલ રે. ભાભીના૦

માડીજાયો તે મધુર મોરલો રે લોલ,
ભાભી ઢળકતી શી ઢેલ રે. ભાભીના૦

વીરો મહેરામણ મીઠડો રે લોલ,
શીળી સરિતની એ સેર રે. ભાભીના૦

ચળકે સદાય એને ચાંદલો રે લોલ,
જીવે એ જુગ-જુગ જોડ રે. ભાભીના૦

હૈયાં એ હેતભર્યાં હીંચજો રે લોલ,
પૂરે પ્રભુજી એના કોડ રે. ભાભીના૦


રાજવણ
( અંજનીના જાયા હનુમાન રે ! સમરૂ બજરંગી–એ ઢાળ)

સખિ ! ધીરે-ધીરે પગ ધાર રે, રાજવણ રંગભીની !
ઘડી ઘેરાતી અાંખડી ઉઘાડ રે, રાજવણ રંગભીની !