પૃષ્ઠ:Rasataragini.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪
<poem>

નવા જગની આ વાટડી નિહાળ રે, રાજવણ રંગભીની ! હસે હૈયાનાં હેત જો ! હજાર રે, રાજવણ રંગભીની !

મધુર-મધુર મુખ મરકતો, ઊભો ઉર આધાર; કરમાં કર દઈ કેાડથી એની શીળી શી છાંયડીમાં ચાલ રે, રાજવણ રંગભીની !

સખિ ! ધીરે-ધીરે પગ ધાર રે, રાજવણ રંગભીની ! ઘડી ઘેરાતી આંખડી ઉઘાડ રે, રાજવણ રંગભીની ! નવા જગની આ વાટડી નિહાળ રે, રાજવણ રંગભીની ! હસે હૈયાનાં હેત જો ! હજાર રે, રાજવણ રંગભીની !

પ્રિયજન પ્રેમભર્યાં કરે સુખશીળો સત્કાર, આતુર ઉર ઉછળી રહે તને ઊંચો દેવા અધિકાર રે, રાજવણ રંગભીની !

સખિ ! ધીરે-ધીરે પગ ધાર રે, રાજવણ રંગભીની ! ઘડી ઘેરાતી આંખડી ઉઘાડ રે, રાજવણ રંગભીની ! નવા જગની આ વાટડી નિહાળ રે, રાજવણ રંગભીની ! હસે હૈયાનાં હેત જો ! હજાર રે, રાજવણ રંગભીની !

કોમળ કૈં કુસુમો ખરે, વિધિનું વરસે વહાલ, અમીઝરણાં જગનાં ઝરે, એનો અંતરમાં ઝીલજે ઉછાળ રે, રાજવણ રંગભીની !

સખિ ! ધીરે-ધીરે પગ ધાર રે, રાજવણ રંગભીની ! ઘડી ઘેરાતી અાંખડી ઉધાડ રે, રાજવણ રંગભીની !