પૃષ્ઠ:Rasataragini.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨

મીઠો વરસે માવલડીનો મેહ જો,
નહાશું એનાં ઝરમર ઝરતાં નીરમાં;
તજશું ઊંડો અંતરનો પરિતાપ જો,
શીતળતાની ભરશું હેલ શરીરમાં.

સામો મળાશે સાહેલીનો સાથ જો,
આંખલડીના આંસુ આદર આપતાં;
વાતલડીનો વધતો વેગ વિશાળ જો
મીઠા કૈંક મનોરથ મનમાં મહાલતા.

વસમી લાગે ભવની લાંબી વાટ જો,
મહિયરને મારગડે શીળી છાંયડી;
પળ-પળ પીવાં કૈંક જમતનાં ઝેર જો,
માડીના કરમાંય સજીવન સાગઠી.


સાસરી
(ઉગમણી ધરતીનાકોરા કાગળ આવ્યા રે–એ ઢાળ)

ઊંચી અાંબલિયાની ડાળીએ ડોલે રે,
માંહિ બેડી બાળી કોયલ બોલે રે,
આવ્યાં સખિ એવાં સાસરી સેવી રે,
કહોને સોહાગણ ! સાસરી કેવી રે ?

નવલા જગત કેરી શી શી નવાઈ રે ?
કહોને એની કળ-કૂંચીઓ કાંઈ રે;