પૃષ્ઠ:Rasataragini.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪


પ્રીતમની જાણે પ્રીત પુરાણી રે,
વહાલભરી એની મીઠડી વાણી રે;
એ જ આંખલડીનાં આંસુડાં લો'તાં રે,
એ જ લળી-લળી મોઢડાં જોતાં રે.

નવલું જગત નવા હેતથી હરખે રે
મીઠી આશિષોના મેહુલા વરસે રે;
ઉંચી આશા કેરી ડાળીઓ ડોલે રે,
ત્યાં સખિ ! વાલ્યમ હૈયાં હિંચોળે રે.

તો ય ન મહિયર મનથી વછૂટે રે,
એક ઘડી એનો તાર ન તૂટે રે;
સૂતાં સેજલડીમાં સોણલાં આવે રે,
ભીંજવે આંખ ને તનડાં તપાવે રે.રૂપાળી રાત
(ઉભા રહો તો કહું વાતડી વિહારીલાલ ! - એ ઢાળ)

રસની એ રેલ સખિ ! સાંભરે રૂપાળી રાત,
ઘેરાતી આંખડી ઉજાગરે રૂપાળી રાત.

સખીઓનાં ગીતભરી ગાજરી રૂપાળી રાત,
દેવોનાં દુંદુભિ વગાડતી રૂપાળી રાત,

મનનો માનેલ મળ્યો, મોરલો રૂપાળી રાત
ચમક્યો એ ચિત્ત કેરો ચાંદલો રૂપાળી રાત.