પૃષ્ઠ:Rasataragini.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧


પગલે પગલે પ્રીત પાથરી રૂપાળી રાત,
સુમને વધાવી શીળી સાસરી રૂપાળી રાત.

મોંઘી આશિષ પિતામાતની રૂપાળી રાત,
ઝીલી અબેાલ સખી સાચની રૂપાળી રાત.

રસની એ રેલ સદા સાંભરે રૂપાળી રાત,
રહેજો અખંડ મારે આંગણે રૂપાળી રાત.


વાલ્યમનાં વેણ
(મારી માને કે'જો તે આણાં મોકલે રે–એ ઢાળ)


ગાજે વડલે વિહંગતણા ગાનથી રે,
માંહે ટહુકે કળાયલ મોર,
મને વહાલાં વાલ્યમજીનાં વેણલાં રે;

એવો ઉરને આનન્દ એક બોલડે રે
એ તો લાગે કાળજડાની કોર. મને ૦

એને અમૃત તો એક-એક અક્ષરે રે,
સખિ ! શીળા–શીળા એના સૂર મને૦

રોમે-રોમે રૂડો રસ રાજતો રે,
ચડે હૈયામાં પ્રેમતણાં પૂર. મને ૦

જાણે વરસે કો મન્દ મન્દ મેહુલો રે,
સરે આછી સલિલકેરી સેર, મને૦