પૃષ્ઠ:Rasataragini.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૭


જાણે ફૂલડાં ઝરે કોઈ ફોરતાં રે,
લળી આવે સાગરતણી લહેર. મને ૦

દીસે જાદુ જરૂર એની જીભમાં રે,
હું તો ભૂલી ગઈ તનભાન. મને ૦

રહે મનને નચાવી એની મોરલી રે,
મારા ઉરનો કોડીલો એ કા'ન. મને૦

ભલે વરસે અંગાર કોઈ આભથી રે,
ભલે કરવતથી કાળજું કપાય. મને૦

રહે રસની સરિત ઉરે રેલતી રે,
પડી જૂઠા સંતાપ સહુ જાય. મને૦


હિંડોળ

(સોના ઇંઢોણી રૂપા બેડલું રે,

પાણીડાં ગઈતી તળાવ, મારા વાલ્યમા –એ ઢાળ.)


ઊંચી આંબા કેરી ડાળીએ રે,
હીરની દોરીએ હિંડોળ; મારી બહેનડી !

ઝૂલું-ઝૂલું હું તો એકલી રે,
ઉરમાં ઉમંગ અમોલ. મારી બહેનડી !

સરખી સાહેલી ઝૂલાવતી રે,
શીળી ઝૂકે શિર છાંય, મારી બહેનડી !