પૃષ્ઠ:Rasataragini.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દસમી આવૃત્તિ વેળાએ
બે શબ્દો

રાસઘેલું ગુજરાત અને ગુજરાતણ બહેનો કદરદાન છે, ચરખાથી શાદાયે ગાજતા ને ગૂંજતા ગુજરાતને ગૃહે ગૃહે આજે કવિ બેટાદ કરના રાસના મીઠા સ્વરો ગૂંજે છે એ ગીતોએ અનેક બહેનોનાં જીવનમાં મધુરા કિલ્લોલ પૂર્યો છે. સૌના એ ભાવથી વધુ મીઠો બનતો આ રાસ સંગ્રહ, આજ દસમી વાર પ્રગટ થાય છે. એ એની લેાકપ્રિયતા સાક્ષી પૂરે છે.

કવિશ્રીના અવસાન બાદ એમનાં પ્રકાશનોનો વહીવટ કરી સહાય કરનાર નિઃસ્વાર્થી અને સેવાભાવી મિત્ર સ્વo જયકૃષ્ણભાઈ વર્માને હું જેટલો આભાર માનું એટલો ઓછો છે.

અન્ય પુસ્તકોની તુલનામાં, કવિશ્રીના આ રાસ સંગ્રહ ખૂબ જ લોકપ્રિયતા પામ્યો છે એ સત્ય છે. અને છતાં, આવા પુસ્તકનો આજની અસંખ્ય કન્યાશાળાઓમાં, પુસ્તકાલયોમાં અને ઈનામ ઉપહારમાં જોઈએ તેટલે સત્કાર નથી થતો એ દુઃખની વાત છે. ગુજરાતની જનતા એટલું કરશે જ એવી હું શ્રદ્ધા સેવું છું.

કવિશ્રીના આ રાસ અને રાસના સૂરોની સાથે સાથે એ ગીતોની પાછળ વહેતા કૌટુંબિક મીઠાશનો પ્રવાહ ગુજરાતનાં ધરોમાં ઊતરશે તે કવિનો આત્મા વધુ આનંદશે ને ઉલ્લાસશે.

૫અ/૫૧, સોનાવાલા બિલ્ડીંગ,
તારદેવ, મુંબઈ ૭
૧૦-૭ -'૫૭
}
જમુભાઈ દાણી