પૃષ્ઠ:Rasataragini.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૦


ઊંચાં અંતરનાં અણમોલ દીસો છો દંપતી રે લોલ,
રહેજો જગમાં જીવનજોડ તમારી જીવતી રે લોલ;
વધજો તમ જેવું કૈં વહાલ અમારે અંતરે રે લોલ,
શીળા સૌરભનો સંચાર થજો અમ આંગણે રે લોલ.


શણગાર

(સામા ઓરડીઆમાં નાગજી પોઢ્યા
નાગણી ઢોળે વાય, મારા વહાલા !–એ ઢાળ)

આજ સખિ ! મારે દિવસ દિવાળી,
શા શા સજી શણગાર; રંગભીની !

સોના-આભૂષણ શોભતાં પહેરી,
સંચરશું સંસાર. રંગભીની !

સોના-આભૂષણ શું કરું સજની ?
ઝાંખા પડી-પડી જાય;રંગભીની !

હીરા મોતી કેરા હાર હું પહેરું,
આંખલડી અંજાય. રંગભીની !

હીરા મોતીને હું શું કરું સજની ?
ન મળે સુગન્ધનું નામ. રંગભીની!

સારી લાગે મને ફૂલની માળા,
ઉરને આપે આરામ. રંગભીની !

ફૂલમાળાને હું શું કરું સજની ?
કાલ્ય પડયે કરમાય; રંગભીની !