પૃષ્ઠ:Rasataragini.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧

મોંઘી વહાલાજીનાં વેણની માળા,
મહેકી રહે મનમાંય, રંગભીની !

ઉરસાગરકેરાં મોતીડાં ઝીલી,
રચશું મનેાહર માળ; રંગભીની !

હીંચી-હીંચીને હિંચોળશે હૈયું,
નિત્ય વધારશે વહાલ, રંગભીની !


પનધટ

(સખિ ! પાવાની પણ પ્રીત ગતમત્ય ભૂલી રે
–એ ઢાળ.)

સખિ ! પનધટનાં પરિયાણ મુજને મીઠાં રે,
એવા સહિથર કેરા સંગ દોહ્યલ દીઠાં રે;
જયાં નિત્ય નવેલે નીર સરિતા શેાભે રે,
પ્રીતમને પળતી પન્થ પળ નહિ થોભે રે.

શી અંતરને ઉછરંગ લહેરો લેતી રે,
જીવનને જોવા કાજ વ્યાકુળ વહેતી રે;
અજાણ્યો કૈં આનંદ મનડે માણે રે,
એના ઊંંડેરા અભિલાખ જન શું જાણે રે !

તરુએ શાં એને તીર નિરખી નાચે રે;
જોઈ ભાવભરીનો ભાવ હૃદયે રાચે રે;
ફુલડાંની મીઠી ફોર ઉરથી આપે રે,
છાંયલડી દઈ સંતાપ કૈં કૈં કાપે રે.