પૃષ્ઠ:Rasataragini.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
<poem>

નણદી (નાથ ! આજ આવોને મારે ઓરડે-એ ઢાળ)

ઊગ્યો આજ આદિત્ય આશાભર્યો, એનો ઓછો રે –કાંઈ ઓછો ઉજાસ; નણદી ! આવો ને, મારે આંગણે.

મારે બારણે બોલ બળેવના, એનાં એાછાં રે- હજુ ઓછલાં હાસ. નણીદી ! આવોને૦

હું તે નેહભર્યા દઉં નોતરાં, વહેલા આવો રે મારા ઉરના ઉજાસ; નણદી૦ પરદેશણ આવાને પોપટી, મારે હૈયે રે રૂડાં હીંચજો હાસ. નણદી૦

જરી ઝબકો વિજોગણ વીજળી ! અજવાળો રે મારા રંક અાવાસ; નણદી૦ આવો-આવોને મહિય૨મીઠડાં, તમે આવોને મારી સાસુના શ્વાસ. નણદી૦

બળિરાય સમા તમ બન્યવા, વારે વારે રે જુએ બહેનની વાટ; નણદી૦ તમે આવો 'રમા' લઈ રાખડી, અમ ઉરના રે ઊંડા હરજો ઉચાટ. નણદી૦