પૃષ્ઠ:Rasataragini.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આમુખ
[બીજી આવૃત્તિ માટે]

સ્વ. કવિ બોટાદકરના જીવનનો મોટો ભાગ અપ્રસિદ્ધ દશામાં ને ઘણે અંશે સાઅક્ષરોની અને સમાજની ઉપેક્ષા સેવવામાં જ ગયો હતો; એ જ કારણે અંતનાં પાંચ વર્ષોંમાં તેમનાં કાવ્યોને મળેલા આદરથી કવિને ઠીક અાત્મશ્રદ્ધા આવી હતી. 'રાસતરંગિણી'એ કવિની એ ખ્યાતિમાં ઓર ઉમેરો કર્યો, ને પોતે જ એ પુસ્તકની આવૃત્તિ એક વર્ષમાં પ્રસિદ્ધ કરી શકયા હતા. આટલા આદરથી પણ રવ. કવિ બેટાદકરે ભૂતકાળ વિસારે પાડી મરણપથારીએથી, ગુજરાતે કરેલ કદર માટે ઘણો સંતોષ જાહેર કર્યો હતો. તો તેમના અવસાન કાળ પછીમાં થયેલ કદર અને ચારે તરફથી દર્શાવાયેલ સદ્ભાવથી કવિના આત્માને કેટલી શાંતિ મળી હશે, એ સહજ કલ્પી શકાય એવું છે.

સદ્ગતના અવસાન પછી તો જાણે કવિ પરના અને 'રાસ- તરંગિણી' માટેના ભાવની જબ્બર ભરતી અાવી; ને એ સ્વાભાવિક જ હતું. પરિણામે બીજી અાવૃત્તિની બે હજાર નકલ પણ પ્રસિદ્ધિ બાદ છ માસમાં જ ઉપડી ગઈ હતી. આ ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં કેટલાંક અનિવાર્ય કારણોને લીધે વિલંબ થયો છે, તે માટે કવિતાઉત્સુક વાચકો ક્ષમા આપશે, એવી આશા છે.

આવો સત્કાર આપવા બદ્દલ ગુજરાતને અભિનંદન આપ્યા પછી એટલું તો કહેવું જોઈએ કે હજી કન્યાશાળાઓમાં સુદ્ધાં 'રાસતરંગિણિ' તેનું ઉચિત સ્થાન પામેલ નથી ! કન્યાશાવર્ગ અને સ્ત્રીવર્ગને માટે તો આ રાસ અણમૂલી ભેટ હોવાથી દરેક વિધાર્થિ નીના કંઠમાં એ રમી રહે, 'નવલ ગરબાવળી 'ની માફક દરેક કન્યાશાળામાં એ પુસ્તક દાખલ થાય, નવરાત્ર જેવા દિવસોમાં સેંક ડોની સંખ્યામાં તેની લહાણી કરવામાં આવે, ત્યારે કવિના એ રાસ ઘેરઘેર પહોંચે, ને સદ્ગતની કુટુંબજીવનની ઉદાત્ત ભાવનાઓ પોષવાનો ઉદ્દેશ ફળીભૂત થાય.

મહિલા વિદ્યાલય
ભાવનગર
તા. ૩-૬ - ૨૫
}
લી. સેવક,
(સ્વ.) અમૃતલાલ વલ્લભદાસ દાણી