પૃષ્ઠ:Rasataragini.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૦

ભલે મહિયરનો નહિ મેળ, સ્વભાવ ન સરખા રે,
પણ એક કુટુંબનાં અંગ ઓપે ક્યમ અળગાં રે ?

અમ વાદળીઓ તણે વૃંદ થશે ઘન ઘેરો રે,
અમ સરિતતણે સમુદાય મહાનદ મીઠો રે;
સજશું મળીને મધમાખ મધુર મધપુડો રે,
કુળસુન્દરીએ કુળરાસ રચાવશું રૂડો રે.

<poem>

ભાઈબીજ (લક્ષ્મણ ! લક્ષ્મણ ! બન્ધવા રે વેરી કોણે રે લખિયા – એ ઢાળ.)

ઊંચા અાંબા ઊંચી આમલીં રે નીચી વાડીની વેલી, ઊંચી ચડે, નીચી ઊતરે રે આજ બહાવરી બહેની; વીરની વાટ વિલેાકતાં રે એની આંખડી ફાટે, સારી લાગે નહિ સહિયરો રે એને ધરમાં ન ગોઠે.

ઊભો રહ્યો આવી આંગણે રે રવિ રંગનો રાતો, આવ્યો નહિ એવો ઊજળો રે મારો માડીનો જાયો; વેણનાં દેઈ વધામણાં રે ગયા વાયસ વહેલા, વહાલાંને ઘેર જઈ વસ્યા રે પન્થવાસીએ પેલા.

વાટ લાંબી વસમી ઘણી રે આડી કોતર ઊંડા, ડોલી રહ્યા બહુ ડુંગરા રે કાંઇ ભૂતથી ભૂંડા; મુંઝવતી રહી મારગે રે ઝાઝાં ઝાડની ઝાડી, વાઘ, વરુ, વન વાંદરા રે ડર આપતાં દા'ડી.