પૃષ્ઠ:Rasataragini.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૩


અાજ પિયર એને અાંગણે રે વસ્યું સામટું આવી,
લાખ સગાંતણાં સંગનો રે રહ્યો રંગ રીઝાવી;
કૈંક વાતો હતી કાળજે રે એને એક ન સૂજે,
ઊભા હતા કંઈ એારતા રે પણ એક ન ઊગે.

રે'જો અમર રસનો ભર્યો રે જેણે એ દિન દીધો,
જુદો કરી જૂઠા જગતથી રે સુધાસિન્ધુએ સીંચ્યો;
આવે અનેક આશાભરી રે સખી બીજ સોહાગી,
બન્ધુમિલાવણ બીજડી રે આ તો માવડી મીઠી.

રાત વીતી ગઈ વાતમાં રે વહેલાં વહાણલાં વાયાં,
હાય ! વિદાય વીરાતણી રે કંપે જોઈને કાયા;
રાત અધીરીની અાંખનો રે ભર્યો તેજનો તારો,
વહાલભરીતણો વાલ્યમો રે રહે રોકાતાં શાનો ?

સુખનાં વહી ગયાં સોણલાં રે ઉરે અડકયાં–ન અડકયાં,
વાધ્યો દાવાનળ દુઃખને રે કરી ભીતર ભડકા;
સુની સમી બની સારિકા રે પાછી પિંજરે પેઠી,
બારમાસી તણે બારણે રે જઈ બીજ એ બેઠી.


સીમન્ત
(સેનલા ઇંઢોરેણી રે રૂપા કેરું બેલડું રે લોલ;
પાણી ગ્યાં'તાં સરવરિયાને તીર–એ ઢાળ.)

સોનલા કચોળું રે હીરે જડી કાંસકી રે લોલ,
રંગભર્યા બેસણિયે બાજોઠ;
વાટડી નિહાળે રે સહિયર સંગની રે લોલ,
હીંચે એને કાળજડે કંઈ કોડ,