પૃષ્ઠ:Rasataragini.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૪
<poem>

ઓરડેથી આવો રે ગુણિયલ ગોરાણી રે લોલ, આવો મારી વંશવધારણ વેલ, પિયરપનેાતા રે શીયળસેાહામણાં રે લોલ, આવો શીળી સાસરિયાની સેર.

કુળવહુવારુ રે આવો તમે આજનાં રે લોલ, આવો એવાં કાલ્યતણાં કંઈ માય; ધીરે-ધીરે ધારી રે ચરણ સુલેાચના રે લેલ. મેાંઘા ઉર-માણક ના મચકાય.

જીવડાને સાટે રે લેજો એને જાળવી રે લોલ, છે રૂડી અમરાપરની અાશ; ઉર અજવાળે રે, મુજ પર મહાલતા રે લોલ, આછા એના ચળકંતા ચળકાટ.

મનડે મધુરાં રે સોહે સુખસાણલાં રે લોલ, ઝીણી-ઝીણી આળસ ઉપજે અંગ; ઘેનમાં ઘેરાતી રે અાંખડી ઉઘાડજો રે લોલ, જો જો સખિ ! આજ તણા ઉછરંગ.

કેશમાંહિ ગૂંથું રે મોતી મોંઘા મૂલનાં રે લોલ, સીંચું રૂડા સેંથલડે સિંદૂર; રાખડી રચાવે રે નણદલ નેહની રે લોલ; ઊડી એને આશિષ ઉછળે ઉર.