પૃષ્ઠ:Rasataragini.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૫

માથડે ધરાવું રે મણિમય ઓડિયો રે લોલ,
ઝીલો એવા જનનીભવના ભાર;
શ્રીફળ સલુણી રે ! ખોળે પરું ખાનગી રે લોલ;
દેજો એવા અમને ફાલ રસાલ;

રાજતણી રીઝે રે સોણલે ન સાંપડે રે લોલ,
સુર પણ લેઈ શકે નહિ લ્હાણ,
અજબ અમૂલાં રે પિતરુ પોખતાં રે લોલ;
દેજો એવાં સુતનાં દોહ્યલાં દાન.

વાજતી વધાઈ રે મહિયર મોકલો રે લોલ,
મલપતી અાવે 'ધણ'ની માત;
આજનું અનેરું રે જોઈ મુખ જાઈનું રે લોલ,
થાયે રૂડાં હૃદય ભરી રળિયાત.

જૂઠડાં શું જાણે રે મદભર્યાં માનવી રે લોલ ?
આવો રૂડો અણમાપ્યો ઉપકાર;
રણમાં રચાવે રે વાડીઓ વસંતની રે લોલ,
એ તો અલબેલડીનો અધિકાર.


વાત્સલ્ય
( લીલો લીમડિ રે લીલો નાગરવેલનો છોડ,
આજ મારે આંગણે પ્રબુજી દાતણ કરતા જાવ-એ ઢાળ.)


શરદ સુધાભરી રે શોભે રઢિયાળી શી રાત,
અાભ ઉજાળતો રે વરસે નેહ નિશાનો નાથ;