પૃષ્ઠ:Rasataragini.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મેાસાળ
( ઓધવજી ! સન્દેશો કે'જો શામને - એ ઢાળ)

મહિયરથી મોંઘા રે મહિયર માતનાં,
મોંઘા એના ભાવતણા ભણકાર જો;
મનહરતી શી મહેમાની મામીતણી !
શીળા શા એ અંતરના સત્કાર જો !
મહિયરથી મોંઘા રે મહિયર માતનાં.

મનડાના મહેરામણ મામા મીઠડા,
પળ-પળ વદતા વહાલ ભરેલાં વેણ જો;
એાછાં—એાછાં અંતર કૈં કૈં આપતાં,
નિરખી નાચે આતુર સરખાં નેણ જો. મહિયરથી૦

ભાવજળે ભિંજાતાં પદ ભાણેજનાં,
સુરબાળક શી દિવ્ય દશા દેખાય જો;
પ્રેમતણા પડછન્દા ઘર-ઘરમાં
રસનાં લહાણાં ઉર-ઉરનાં લેવાય જો. મહિયરથી૦

જનનીની જનની રે સુખની સીમડી,
જૂની અાંખે હીંચે નવલાં હેત જો;
હસતાં એ પંપાળે હળવા હાથથી,
સૂકાં ઉર પણ સહજે થાય સચેત જો, મહિયરથી૦