પૃષ્ઠ:Rasataragini.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૧

રૂએ દેરાણી રાંક (૨)
ઊનાં આંસુડાં લૂછતાં રે લોલ.

કરે કૈં કૈં ઉપાય (૨)
જેઠ ઉરની ઉતાવળે રે લોલ;

હઠે જરીએ ના ઝેર (૨)
એ ઊંડેરું ઊતરે રે લોલ.

આવ્યો જોગી ત્યાં એક (ર)
દેવ જેવો દેખાવડો રે લોલ;

છાંટયાં નેનામાં નીર (૨)
એક ટહૂકો કશો કર્યો રે લોલ.

ગયાં ઝડપેથી ઝેર (ર)
હું તો ઝબકીને જાગી ગઈ રે લોલ;

એના ઊંંડા કૈં ભેદ (૨)
પાય પડતી પૂછી રહી રે લોલ.

“આવ્યા કયાંથી અવધૂત ?(૨)
“જટા અા શી શિરે ધરી રે લોલ ?

“આવી જાદુની જાણ (૨)
“હાથ કયાંથી કહો કરી રે લોલ?

“ઘેલી ઘેલી હો નાર ! (૨)
“ગઈ ભૂલી શું ભીંતડી રે લોલ ?