પૃષ્ઠ:Rasataragini.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮ર


“દીધાં દાદાએ દાન (૨)
“પેલા માંડવની પ્રીતડી રે લોલ.

“હથેવાળાનાં હેત (ર )
“ચાર મંગળ ચેારીતણા રે લોલ;

“ભાવભીનાં એ ભેખ (ર)
“એ જ કામણ કેાડામણા રે લોલ."

અહો ! દ્વેષીલા ડંખ (૨)
હશે આવા અજુગતા રે લોલ ?

જગતજૂનાં એ ઝેર (૨)
ભાન આવું ભૂલાવતાં રે લોલ ?


મહિયર

(પારસપીપળા હેઠ જોગીડો રમે જુગટે રે માણારાજ–એ ઢાળ.)

મીઠડી મહિયરમાણ્ય
સદા મને સાંભરે રે, માણારાજ !

હીબકે હૈયું ભરાય,
અાંખડીએ આંસુ ઝરે રે, માણારાજ !

મીઠડો, દાદાનો દેશ
શીળો સોહામણો રે, માણારાજ !