પૃષ્ઠ:Rasataragini.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૪

ને ભયના ભણકાર
નહિ ઉરને અડે રે, માણારાજ !

આવી પડે ફળ અંક
માગ્યા વિના મીઠડાં રે, માણારાજ !

દોહ્યલા દુનિયાના ડંખ
નહિ જરી દીઠડા રે, માણારાજ !

એ સુખનાં અણમોલ
શમી ગયાં સોણલાં રે, માણારાજ !

પાંપણને પલકાર
જતાં રહ્યાં જોણલાં રે, માણારાજ !

જોઈ-ન જોઈ જરાક
ઉષા ગઈ આથમી રે, માણારાજ !

એ અધુરા ઉછરંગ
રહ્યા હૃદયે રમી રે, માણારાજ !