પૃષ્ઠ:Rasbindu.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘આપણને ધંધામાં સમજ ન જ પડે ને ! આપણે તો નોકરી જ સારી.’ મેં જવાબ આપ્યો.

‘હં!’ મારા મિત્ર તિરસ્કારપૂર્વક હસ્યા. એ હાસ્યમાં જ તેમનું એક રતલ વજન વધી ગયું હોવું જોઈએ.

રાત પડી અને હું બારીએ ઊભો રહી ખેતી વગરના ખેતર ભણી જોઈ રહ્યો હતો. પેલી નોકરડીનો પડછાયો મેં નિહાળ્યો શું ? મને લાગ્યું કે એ બાઈ ત્યાં પાછી ઝૂંપડી બાંધતી હતી અને તેના પુત્રો કોસ હાંકતા ગાતા હતા!

ભૂત હશે? પ્રેત હશે?

જમીનને છોડી જનારનાં હૃદય જો આકાર ધરી શકતાં હોય તો જરૂર આ છોડેલી જમીન ઉપર એ આવ્યા વગર રહે નહિ !

ભ્રમણામાં ન પડવા ખાતર મેં એ બાજુએ જોવું બંધ કર્યું. તો ય સવારમાં તે બાજુએ નજર પડી ગઈ.

ખેડૂત બાઈની જમીન એના સરખી જ ભૂખી, લૂખી, સૂકી -લોહીલુહાણ લાગતી હતી!

ધનિકો હવા ખાવાના સ્થળે આવી હવા ભલે ખાય; પરંતુ તેઓ ગરીબોની જમીન પણ ખાઈ જતા હશે એની કોને ખબર પડે ?

ત્રીજે વર્ષે મારા મિત્રનો બંગલો બંધાયો અને વાસ્તુ માટે મને આમન્ત્રણ મળ્યું;

મારા ઉપરીએ મને રજા આપી.

હવા ખાવાનું સ્થળ ખરેખર સરસ હતું. મારા ધનિક મિત્રનો બંગલો કેટલો સુંદર બન્યો હતો ! મેં તેને મુબારકબાદી આપી.

માત્ર પેલી નોકરડીનો પડછાયો એ બંગલાના પાયામાં પુરાયેલો મને દેખાયા કરતાો હતો. કલ્પનામાં જ ! ભ્રમણા ! અને તે મારી ગરીબીની જ ભ્રમણા.

પરંતુ કોણ જાણે કેમ, મારા ઉપરીએ રજા રદ્દ કરી મને