પૃષ્ઠ:Rasbindu.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨ : રસબિન્દુ
 


શું કારણ ?

અમે કાળા કદરૂપા હોઈશું. પરંતુ અમને ન અડકનારમાં પણ અમારી કાળાશ કે અમારું કદરૂપાપણું નથી એમ રખે માનતાં. અમારામાં રૂપ કે રંગનો છેક અભાવ છે એમ પણ ન માનશો. અમને ન અડનાર અમારા સ્વધર્મીઓ જેવો પોશાક અમને પહેરવા મળે તો અમે અસ્પૃશ્ય છીએ એવી કોઈને યે ખબર પડે નહિ. રૂપરંગના અભાવને લઈને અમને ન અડકાય એવું નથી. અસ્પૃશ્યતા એ અમારા જન્મથી જ અમારા ધર્મબંધુઓએ અમને દીધેલો ડામ છે !

શું કારણ ? ખબર નથી. શાસ્ત્ર તો કાંઈ કહેતું નથી. જીવ અને શિવની એકતા ઉપર ભાર મૂકનાર, वसुधैव कुटुम्बकम् સિદ્ધાંતનો આગ્રહ રાખનાર તથા शुनिचैव श्वपाके च पंडिता : समदर्शिन  : એવો નિત્ય પાઠ આપનાર શાસ્ત્રમાં અમારી અસ્પૃશ્યતા માટે આધાર હોય ખરો ?

અમે અસ્વચ્છ ધંધા કરીએ છીએ માટે અમે અસ્પૃશ્ય ? માનવી જાતે વ્યક્તિગત રીતે કેટલો અસ્વચ્છ છે એનું કોઈ માપ કાઢશે ? સામુદાયિક અસ્વચ્છતા દૂર કરવાનું કાર્ય તો આરોગ્ય સ્થાપનાનું છે, સમાજસેવાનું છે, પુણ્યકાર્ય છે. અમે એ કાર્ય કરીને સમાજનું જીવન દીર્ધ અને સ્વસ્થ બનાવીએ છીએ. એના બદલામાં અમે જ અસ્પૃશ્ય ? ન કરે નારાયણ અને અમે એ ધંધા બંધ કર્યા તો ? અમારું કાર્ય તમે કરશો ? અને એ પછી... ત્રણ ચાર પેઢીએ પણ અમને અસ્પૃશ્યતામાંથી મુક્ત કરશો ખરા ? અને તમે એટલી પેઢીમાં અસ્પૃશ્ય બનવાની તૈયારી સેવશો ?

ના કહો છો ? ત્યારે અમારા ધંધાને બહાને એમને અસ્પૃશ્ય શા માટે રાખો છો ? તમારે માટે ઉપાડેલી જીવનભરની સેવાનો બદલો અમારી આસપાસ દીવાલ ઊભી કરી તેમાં અમને વંશપરંપરા પૂરી રાખીને આપશો, એમ ?

અમે વ્યસની છીએ, દુર્ગુણી છીએ, માટે અસ્પૃશ્ય ? દુર્ગુણનું માપ લેનારી પારાશીશી તમારી પાસે છે ? હોય તો બીજાઓને પણ