પૃષ્ઠ:Rasbindu.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંડી : ૧૧૧
 


‘તમે તો ગાંડા નથી ને ?’

‘ગમે તેમ બોલે, ગમે તેમ ફરે, અને છોકરાં હસે; એને અમે શું કરીએ !’

‘છોકરાંને વારી રાખો. વધારે થશે તો હું પોલીસમાં તમને બધાંયને પકડાવી દઈશ.’

‘પેલો પોલીસનો સિપાઈ ફરે !’ એક યુવકે કહ્યું.

‘જરા ખાતરી કરવી હોય તો બેસો મારી દુકાને ? બાઈ શું કરે છે એ તમને બતાવું. પછી તમારે કહેવું હોય તે કહેજો.’ બીજા યુવકે કહ્યું.

એની પાનની દુકાન પાસે જ હતી. મને પણ ઈચ્છા થઈ કે એ બાઈની ચર્ચા વધારે સમજાય તો સારું. મેં તેનું આમંત્રણ સંતોષપૂર્વક સ્વીકાર્યું. બે પૈસાનું એક સરસ પાન બનાવરાવ્યું અને પાન બનાવનારની પાસે જ હું બેસી ગયો.

મારી દૃષ્ટિ પેલી બાઈ તરફ જ હતી. માથે હાથરૂમાલ દબાવી તે થોડી વાર બેસી રહી. આંખમાં અશ્રુ એણે લૂછ્યાં અને રૂમાલના કટકા કરી એણે પોતાના લૂગડા સાથે બાંધ્યા. એનો ચીંથરિયો વેશ વધારે વિચિત્ર બન્યો.

થોડી વાર સુધી એણે કાંઈ બોલ્યા કર્યું. પછી ધીમે ધીમે એણે હાથના ચાળા કરવા માંડ્યા અને દવાખાના તરફ તાકીને હાથવડે કાંઈ ધમકી આપતી હોય એવો દેખાવ કર્યો. એ બાઈનું મન ચોક્કસ ન હતું એની મને ખાતરી થઈ.

આ અસ્થિર મગજવાળી દયાપાત્ર સ્ત્રીમાં કોઈ ભયંકર આવેશ રહેલો હશે એની મને અત્યાર સુધી કલ્પના પણ ન હતી. પરંતુ એણે જ્યારે બેચાર મોટા પથરા વીણી પોતાની પાસે છુપાવી રાખ્યા ત્યારે મને લાગ્યું કે સ્વરક્ષણ ઉપરાંત એનો આવેશ કદાચ વિસ્તાર પામતો પણ હોય ! રસ્તે જનાર નિર્દોષ માનવીઓને એ પથરા