પૃષ્ઠ:Rasbindu.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪ : રસબિન્દુ
 

આખા જગતની કાર સામે જેહાદ ઉઠાવવાનો એ બાઈને અધિકાર ખરો કે નહિ ? એક કાર તૂટે તો બીજી આવે. પરંતુ આ બાઈનો મૃત પુત્ર પાછો આવે ખરો ?

કારની અને માનવીની કિંમત વચ્ચે સરખામણી થાય ખરી ? એ ઘેલી બની ગયેલી માતાના જીવનનું આખું ચક્ર ફેરવી નાખી કાર ઉપર એ માતા કાળચક્ર બની રહે એમાં એનો દોષ કેટલો ?

ટોળામાંથી બહુ થોડાં માણસોને ખબર હતી કે આ ગરીબ બાઈ પોતાના એક પુત્ર સાથે શહેરમાં પગે ચાલતી થોડા દિવસ ઉપર આવી હતી, અને જીવનમાં ઝડપનું – સમયનું કાંઈ પણ મહત્ત્વ હિંદવાસીને ન હોવા છતાં ઝડપને ચાળે ચડેલી એક કાર નીચે એનો પુત્ર આવી ગયો હતો.

લોહીભરેલા પુત્રને જોતાં જ એ માતાનું મન ફટકી ગયું, અને તે પ્રસંગ પછી તે આખી ‘કાર’ સૃષ્ટિની – કારમાં બેસનાર માનવતાની દુશ્મન બની ગઈ.

એનું મગજ ફટકી ગયું ન હોત તો ? માત્ર ગમે તે કારને તમે તેમ પથરા મારી વેરભાવે સંતોષવાને બદલે એણે આખા જગતમાંથી ‘કાર’ કે યંત્રનું નિકંદન કાઢવાનું કોઈ ગુપ્ત, વ્યાપક અને વધારે અસરકારક ષડ્‌યંત્ર રચ્યું ન હોત ?

ધીમે ધીમે આટલી વાત તો મેં જાણી. પરંતુ એ બાઈ આ સ્થળેથી ખસતી કેમ ન હતી ? લોકો, પોલીસનાં માણસો અને ઉપદ્રવી બાળકો પણ એને દવાખાનાને દરવાજેથી દૂર કરી શકતા ન હતા !

‘એ તો અહીંથી જતી જ નથી. ઘસડીને લઈ ગયા, પણ પાછી આવીને અહીં જ બેઠી.’ એક જાણકારે કહ્યું,

સંધ્યાકાળે મેં એને બજારમાંથી લઈ કાંઈ ચવાણું આપ્યું. એને ભૂખ તો લાગી હતી એટલે એણે મોંમાં ચવાણું નાખ્યું; પણ એકાએક અટકી જઈ તેણે મને પૂછ્યું : ‘મારા દીકરાને ખાવાનું તો આપતા