પૃષ્ઠ:Rasbindu.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬: રસબિન્દુ
 

આખી સૃષ્ટિ અવળી બની ગઈ છે.

એની ઘેલછા માનવીની ગમ્મત થઈ પડી છે !

પરંતુ એ ઘેલી, ભૂખી, તરસી, ક્રુદ્ધ માતાની ઘેલછાનું એક મોજું આખા સમાજ ઉપર શું ફરી વળતું નથી ?

એના જ શાપમાંથી જગતની ડાહી માતાઓને રડાવતાં યુદ્ધો ફાટી નીકળતાં હોય તો ?

અને એને ચીડવી રહેલો સમાજ એ ઘેલી બાઈ કરતાં વધારે ડાહ્યો હશે ખરો ?