પૃષ્ઠ:Rasbindu.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦ : રસબિન્દુ
 


વીરાજી બહુ રાજી થયો અને બંને જણ શેઠની સાથે ગયાં. શેઠની એક નાટકકંપની હતી. થિયેટરની પાસેની એક જાણીતી ધર્મશાળામાં ચંચળ અને વીરાજી બીજાઓ ભેગાં એક ખૂણામાં રહ્યાં. ચંચળને સવારબપોર નાચગાયન શીખવાનું હતું. એમાં એને બહુ મજા પડી. એક રાતે એને શણગારીને ખેલમાં ઉતારી ત્યારથી વીરાજીને ચંચળ પ્રયે કોઈ એવી ભાવ ઊર્મિ ઊપજી કે ચંચળ સામેથી તે આંખ જ ખસેડી શકતો નહિ. ખેલ જોવા આવેલાં સ્ત્રીપુરુષોએ પણ ચંચળને તાળીઓથી વધાવી લીધી.

બીજે દિવસે ચંચળે વીરાજીને કહ્યું : ‘વીરાજી ! તારું મોં જરા પણ રૂપાળું હોત તો કેવું સારું થાત ?’

‘એટલે ?’ જરા આંખો ખેંચી વીરાજીએ પૂછ્યું.

‘એટલે એમ કે તું એક રાજાનો કુંવર બનત અને હું તારા દુશ્મન રાજાની કુંવરી બની નાટકમાં તારી જોડે લગન કરત.’

‘તે કહે ને પેલા શેઠને ! હું કુંવર બનવા તૈયાર છું. મને ગાતાં પણ...’

‘આ મોંએ કુંવર બનવું છે ? તારો રંગ જો, તારા હોઠ જો, તારી આંખો...’

વીરાજી ચંચળને મૂકી ધર્મશાળાની બહાર ચાલ્યો ગયો. પરંતુ કલાકમાં તો એ પાછો આવી ગયો. ચંચળનું મુખ પ્રત્યક્ષ જોવા તે અધીરો બની ગયો. વીરાજીને લાગ્યું કે ચંચળ વગર તેનાથી રહેવાશે નહિં.

વીરાજીનું વર્તન એકાએક સંકોચભર્યું બની ગયું. ચંચળ સામે તે તાકીતાકીને પણ છૂપી રીતે જોવા લાગ્યો. એક વખત ચંચળને ઘૂઘરા આપતાં બંનેના હાથ અડક્યા. રોજના આવા સ્પર્શ સ્વાભાવિક બની ગયા હતા, પણ હવે વીરાજીએ સ્પર્શથી રોમાંચ અનુભવ્યો. જડ સ્પર્શમાં જીવ આવ્યો. કંપનીના કેટલા ય નટ ચંચળની પાસે આવતા, તેની સાથે વાતો કરતા અને એકાંત મેળવવા મથતા હતા. ચંચળ બધાંયની સાથે હસતી, બોલતી, જરા લટકો પણ