પૃષ્ઠ:Rasbindu.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કદરૂપો પ્રેમ : ૧૨૩
 

રોમાંચ ઉપજાવતા એ પરિચય સ્પર્શને એણે ઓળખ્યો. ચંચળ તેને જગાડીને કહેતી હતી : ‘વીરાજી ! વીરિયા ! જાગ.’

‘શું છે ? ઘડી સૂઈ રહેવા પણ દેતી નથી ?’ વીરાજીએ કહ્યું.

‘ચાલ ચાલ, ભાગી જઇએ ! અહીં તો બધા ય એવા છે.’

‘કોણ બધા ?’

‘શેઠથી માંડીને પડદા ઊંચકનાર સુધી બધા ય.’

‘શું થયું ?’

‘જે થયું તે. ચાલને તું ? મારે અહીં રહેવું નથી.’

‘તે જા તારે જવું હોય તો ! મારે શું એમાં ?’

‘એમ કે ? સારું. હું જઈશ – એકલી.’

કહી ચંચળે પોટકું ઉઠાવી માથે લીધું અને સહુને સૂતાં મૂકી તે કોઈને ખબર ન પડે એમ બહાર નીકળી.

જરા આગળ જતાં જ તેને લાગ્યું કે તેની પાછળ કોઈ આવી રહ્યું છે. પઠાણ રખવાળ તો પાછળ નહિ પડ્યો હોય ? અને તો સમજાવી લેવાય એમ હતું… ત્યારે વીરાજી પાછળ આવતો હતો ?

ખરેખર, જૂનું હારમોનિયમ લઈ વીરાજી ચંચળ પાછળ આવતો હતો !

‘ના કહેતો હતો અને કેમ આવ્યો ?’ ચંચળે પૂછ્યું.

‘મને લાગ્યું કે તને એકલાં નહિ ફાવે.’

‘મને તો એકલાં જ ફાવે છે. જો ને, એકલી ચાલી આવી ને ?’

‘ત્યારે મને તારા વગર નહિ ફાવે એમ લાગ્યું ! એટલે હું તારી પાછળ ચાલ્યો આવ્યો.’

‘આપણે જેમ રહેતાં હતાં એમ રહીશું અને માગી ખાઈશું.’ કહી થોડા દિવસ માંટે ચંચળ અને વીરાજી બીજે ગામ જતાં રહ્યાં. ચંચળ સાચાં ઘરેણાં લઈ નાસી ગઈ હતી એવા આરોપો મૂકી કંપનીના માલિકે તેમની તપાસ કરાવી, પરંતુ પોલીસમાં ફરિયાદ નોંધાવતે વખતે ફોજદારે માલિકને પૂછેલા કેટલાક પ્રશ્નો મૂંઝવણભર્યાં લાગવાથી પોલીસખાતું લાંચિયું છે અને એકાદ ફારસ ગોઠવી