પૃષ્ઠ:Rasbindu.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪ : રસબિન્દુ
 

ફોજદાર સામે વેર લઈશ એને મનમાં કહી મન વાળી નાટક કંપનીના માલિકે ચંચળનો પીછો ન લીધો.

***

થોડાં સાચાં ઘરેણાં ચંચળને મળ્યાં હતાં એ વાત એણે વીરાજીને પણ કહી. પરંતુ મૂર્ખાઓની મશ્કરી આર્થિક સહાયમાં ઉપયોગી થઈ પડતી હોય તો તે અજમાવવામાં ચંચળને પાપ લાગ્યું દેખાયું નહિ; અને એ જ મંદ હાસ્ય, સ્મિત, ચપળતાભરી વાત અને બીભત્સ રસની કદી કદી સીમાએ પહોંચતાં સૂચનો વડે એણે કૈંક સહેલાણીઓને બેવકૂફ બનાવ્યે રાખ્યા.

‘દુનિયામાં બેવકૂફોનો પાર નથી.’ એક વખત ચંચળે વીરાજીને કહ્યું.

‘બેવકૂફો સાથે રમતાં તું બેવકૂફ ન બની જાય એ જોજે.’ વીરાજી સદા ય ચંચળની મસ્તીને ડારતો.

‘તારે તો એની એ જ શિખામણની વાત. જોજે તો ખરો; હું પાંચેક વરસમાં લાખ રૂપિયા ભેગા કરી બેસી જઈશ.’ ચંચળ કહેતી.

વીરાજીને લાખ રૂપિયા ભેગા કરવાની યોજનાઓ જડવા માંઠી. વાઘરીના રુધિરમાં ચોરી હતી જ, અને ચંચળને માટે એ ભાવના રાજમહેલોમાંની ચોરીની ઉચ્ચ કક્ષાએ પહોંચી; એક કે બે રાજમહેલો ફાડી શકાય તો ચંચળની ધારણા પ્રમાણે રૂપિયા એકદમ ભેગા થાય ? અલબત્ત, વીરાજીની યોજના હજી માનસ સૃષ્ટિમાંથી બહાર આવી ન હતી.

વીરાજી સાથે ભારે મૈત્રી અને સહેવાસ હોવા છતાં ચંચળ વીરાજીના હૃદયની ઉષ્માને ઉત્તેજી શકી નહિ. નીતિના સિદ્ધાંતોની એ બંને રખડેલ માનવીઓને ઝાઝી ભીતિ ન હતી, એટલે વીરાજીની ઘેલછાને જોઈ તે હસતી. પરંતુ વીરાજીના ભાવને એણે કદી ઉત્તેજન આપ્યું નહિ.

ખુલ્લા મેદાનમાં કે દેવાલયને ઓટલે બંને રાતે સૂતા પહેલાં