પૃષ્ઠ:Rasbindu.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬ : રસબિન્દુ
 

 ‘વીરાજી આવીને લઈ જાય તો આપું.’

‘મને જોવા તો દે ?’

‘તમને વગાડતાં આવડે છે ?’

‘હા.’

‘જોઉં, વગાડી જુઓ... પણ પાછું મૂકતા જજો.’

‘એમ ? વિશ્વાસ નથી આવતો ? લાવ.’ કહી ચંચળના હાથમાંથી વાજું ખસેડી એણે વગાડવા માંડ્યું.

ચંચળે ધ્યાનથી સાંભળ્યું અને ડોકું ધુણાવ્યું.

‘કેમ ? ના ગમ્યું ?’ પેલા વેચાતું લેવા આવનાર માણસે પૂછ્યું.

‘ગમ્યું. પણ... પણ એ હાથ ન હોય.’

‘એ હાથ એટલે ?’

‘કાલે ફરીથી આવજો. હું વાજું વેચું પણ ખરી.’

‘પણ પાછી ફરી જઈશ ત્યારે ?’

‘નક્કી ન કહેવાય. હું વિચાર કરી જોઈશ. એટલામાં વીરાજી આવી ચડે તો...’

‘હવે એ ન આવે.’

‘કાલે આ વખતે આવજો ને !’ કહી ચંચળે વાત પતાવી દીધી અને હાર્મોનિયમ પોતાની પાસે ખેંચી લીધું.

હાર્મોનિયમને વખોડી કાઢવા છતાં તેને સતત વાપરનાર ઘમંડી, સંગીતકારો અને એનો બહિષ્કાર કરવાની વાનરચેષ્ટા કરતા રેડિયોના દોઢડાહ્યા કલાકારોનો શાસ્ત્રીય દંભ ચંચળમાં ન હતો. એને હાર્મોનિયમ ગમતું હતું. એમાંથી શ્રુતિ સાફ નીકળે છે કે નહિ એના વાદવિવાદમાં એ કદી પડી ન હતી. એના કંઠની સઘળી કુમાશ વીરાજીની આંગળીઓ આ વાજામાંથી ઉપજાવતી હતી એટલી એને ખબર હતી. એણે હાર્મોનિયમ ઉપર વહાલથી હાથ ફેરવ્યો.

આખો દિવસ અને રાત એને ગાવાની પ્રબળ વૃત્તિ થઈ આવી. એણે આછું આછું ગાયા જ કર્યું.

પ્રભાતમાં જ તેણે ભૈરવી શરૂ કરી – ભૈરવી સાંભળવા એક