પૃષ્ઠ:Rasbindu.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦ : રસબિન્દુ
 

ચંચળ બહુ વખત ઉચ્ચારતી નથી. એના રૂપાળા મુખ ઉપર હજી પણ એ નામ ઉચ્ચારતાં લાલાશ આવી જાય છે.

જીવનમાં ઘણી યે વાર રૂપ અને પ્રેમ વચ્ચે પસંદગી કરવાની જરૂર પડે છે – રૂપાળાં મોહક યુગલોને પણ.

અને રૂપ એટલે ? દેહ કે દિલ ?