પૃષ્ઠ:Rasbindu.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વર્ગ દ્વારઃ ૧૪૫
 

‘તમે ગમે તે હો તેની મને પરવા નથી. પરંતુ તમારે સભ્ય થતાં શીખવું જોઈએ.’ મેં જવાબ આપ્યો.

ફિરસ્તો ખડખડ હસવા લાગ્યો. એનું હાસ્ય મધુર હતું, નહિ ? પરંતુ મને તો એમાં અપમાન જ લાગ્યું. મેં એના હાસ્યનો જવાબ આપ્યો : ‘હું તમારું અપમાન સહેવા આવ્યો નથી.’

‘ખરું જોતાં આપે અહીં આવવું જોઈતું જ ન હતું.’

‘કારણ ?’

‘જેનાથી ન અવાય તેની સામે આ દરવાજા બંધ રહે છે.’ ફિરસ્તાએ કહ્યું.

‘આ માણસાની સામે એ બંધ રહ્યા છે, મારી સામે નહિ.’

‘એ આપની માન્યતા ભૂલભરેલી છે.’

‘શા ઉપરથી ?’

‘જોયું નહિ કે એમના આવતાં બરોબર દરવાજા ખૂલી ગયા અને તમે અંદર પગ મૂકવા ગયા પણ પગ તો ઊપડ્યા જ નહિ ?’

‘તમે મને અટકાવ્યો લાગે છે. આ તે સ્વર્ગ કે જાદુઈ મકાન ?’

‘હું દૂર ઊભો રહું છું. હવે તમે જાઓ જોઈએ !’ ફિરસ્તાએ કહ્યું.

ફિરસ્તો સહજ દૂર ઊભો અને ઉમંગથી મેં પગ આગળ મૂક્યો.

પગ આગળ મૂક્યો કે પાછળ ? એ શું થયું ? આગળ વધવાને બદલે હું બે ડગલાં કેમ પાછો હઠી ગયો ?

‘જોયું ? હવે આ ભાઈ અંદર આવે છે એ જુઓ.’ ફિરસ્તાએ ઈશારા કરી મારી બાજુએ ઊભેલા માણસને આગળ વધવા જણાવ્યું.

‘હું મારી હાજરીમાં મારા સિવાય બીજા કોઈને સ્વર્ગમાં પેસવા દઈશ નહિ !’ આવેશમાં આવી હું પુકારી ઊઠ્યો.

‘એવી શિરજોરી કરવાનું કોઈ કારણ ?’ ફિરસ્તાએ પૂછ્યું.

‘કારણ એટલું જ કે હું મને પોતાને સ્વર્ગનો અધિકારી માનું છું.’

‘અધિકાર તો સમજાઈ ગયો. પરંતુ આપ કોણ છો ? આપ