પૃષ્ઠ:Rasbindu.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘જુઓ, મારી ત્રણે દીકરીઓ અને ત્રણ દીકરા પ્રભાતફેરીમાં ફરે છે અને એમાંથી એક દીકરો અને એક દીકરી તો કેદમાં પણ જઈ આવ્યાં છે.’

ફિરસ્તાના મુખ ઉપર અપમાનભર્યું હાસ્ય પથરાઈ રહ્યું. એણે કહ્યું:

‘પણ એમાં તમારે શું ? એ પુણ્ય તમારા દીકરાદીકરીને ફાળે જાય.’

‘તમારું સ્વર્ગ પક્ષપાતી છે. મારી મરજી અને પરવાનગી વગર એમનાથી ઘર બહાર પગ પણ મૂકી શકાત કે ?...’

‘બાળકો ઉપર આટલી બધી સખ્તી રાખો છો ? એ તો પાપ ખાતે જશે. તમારે સ્વર્ગ સિવાયના એક સ્થળે એનો જવાબ આપવો પડશે.’

આવા કચકચિયા સ્વર્ગમાં મારાથી કેમ કરીને રહેવાશે? મારી એકે ય વાતનો, મારા એકે ય કાર્યનો,મારા એકેય દાનનો આ ફિરસ્તાને જાણે હિસાબ ન હોય એમ લાગે છે ! આવા જિદ્દી વર્ગમાં રહેવાને બદલે હું પાછો જ ચાલ્યો જાઉં તો શું ખોટું ?

પરંતુ પેલો મોહક પ્રકાશ, પેલું મુગ્ધ બનાવતું સંગીત અને આ અવનવી સૌરભ મને સ્વર્ગ પ્રત્યે હજી આકર્ષી રહ્યાં હતાં. આ ફિરસ્તાને બદલે બીજો કોઈ ફિરસ્તો આવ્યો હોત તો ? આવી ઝીણવટભરી દોષદષ્ટિ એનામાં ન હોત !

આ તો કેટલું અપમાન ? કેટલો અન્યાય ? મને પગ મૂકવાની પણ મનાઈ ! ગવર્નરોએ પણ મને મળવામાં આટલી વાર કરી નથી. દેશનેતાઓ તો મને દરવાજે લેવા આવતા-જોકે ઘણાખરા દેશ- નેતાઓની ઝૂંપડીને તો બારણાં પણ હોતાં નથી, જે કોઈ વાર હું કરાવી આપું છું...અને, અને... આ ભિખારી જેવા દેખાતા માનવીનો હાથ ઝાલવા ફિરસ્તો જાય છે ? જેને અડકી સાબુએ હાથ ધોવા પડે એ માણસને આ ફિરસ્તો આટલું માન આપે છે?

‘ફિરસ્તાજી ! આપે મારું અપમાન કરવામાં કશું જ બાકી