પૃષ્ઠ:Rasbindu.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંગીતસમાધિ : ૧૮૫
 

કંઠકળા મુખને સાધન બનાવે છે એટલે સંગીત કંઠ ઉપરાંત આખા મુખ ઉપર પણ ઘણું આધાર રાખે છે. કંઠને સંગીતમાં ઉતારવા માટે દંત, ઓષ્ઠ, ગાલ એ બધાંનો ઉપયોગ કરવો પડે છે અને આંખ, હાથ, અંગુલિ તથા પગ પણ એમાં સહાયભૂત બની શકે છે. નિયમબદ્ધ અને કલામય અંગઉપાંગની સહાય મળે ત્યારે તેમાંથી અભિનય અને નૃત્ય સરખી સંગીતની સહચરી કલાઓ ઊપજે છે. પરંતુ સંગીતકારો – ખાસ કરીને પુરુષ સંગીતકારો સૂરતાલની ઉપાસના સમયે આવા અંગની માત્ર સહાય લેવામાં એ અંગોનો એવો મરોડ આપે છે કે સંગીતની સૌંદર્ય મૂર્તિ બદસૂરત બની જાય છે. સંગીત એ મહાકલા છે. એમાં ઝીણામાં ઝીણી નક્શી અને પ્રૌઢમાં પ્રોઢ તરંગાવલિઓ રચી શકાય છે એ ખરું. છતાં પણ સંગીતકારોએ એક અજબ કાવતરું સંગીત વિરુદ્ધ કર્યું લાગે છે. સંગીતના પ્રત્યેક અંગ ઉપર પોતાનું પ્રભુત્વ છે એમ સાબિત કરવાના મોહમાં આવડતી હોય એટલી બધી જ સંગીતરીતિઓ એક જ ચીજ ઉપર તેઓ લાદે છે. અને એ લાદવાની ક્રિયામાં આંખ, માથું, ડોક, હોઠ, હાથ અને શરીરને એટલા ઝોક, કંપ, આંચકા અને ઉછાળા ખવરાવે છે કે એમની કૃતિ સંગીત છે કે ભૂત ઉતારવાની ક્રિયા છે એની સમજ પડતી નથી.

‘પિયા બિન નહિ આવત ચૈન’ની કુમળી મૃદ્રુતાભરી અને નાજુકીથી દર્શાવાતી ભાવનાને સંગીતમાં ઉતારતી વખતે અંગકૂદકા અને હનુમાનકૂદકા મારતી અનુભવીએ ત્યારે આપણને કોઈ સુંદરી જોકરના હુકમ અનુસાર, સરકસનાં ખેલ કરતી હોય એમ લાગે છે.

‘આંગનમેં મત સે મોરી સજની.’ એ વહાલભર્યા સંબોધન સમયે સંગીતકાર તાનપલટાના ભયાનક હોકારા કરી મૂકે ત્યારે કોઈ રસિક નાયક નહિ પરંતુ ‘બૂધે નાર પાધરી’ ના સિદ્ધાંત ધરાવતો કોઈ જડસુ પતિ પત્નીના કાન ઝાલી આંગણામાંથી ખેંચી જતો હોય એવો ભાસ થાય છે. અને તેમાં યે જ્યારે આંખ મને મુખને વક્ર, બહાવરાં ઉશ્કેરાયેલાં બનાવીને ગાવામાં આવે છે ત્યારે તો