પૃષ્ઠ:Rasbindu.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંગીતસમાધિ : ૧૮૭
 

આનંદાશ્ચર્યથી ‘વાહવાહ’ કહેતાં કહેતાં શિષ્યના મુખ સામે જોયું અને ગુરુના દેહમાં કોઈ આવેશ આવ્યો. તેમની સંગીતસૃષ્ટિ જાણે ભાગી ગઈ હોય તેમ એમને લાગ્યું. અને એ મહાપાપ કરનાર શિષ્યના મુખ ઉપર તેમણે એક સજ્જડ તમાચો લગાડી દીધો.

‘હજી ભાન નથી આવતું ? રાગનો આખો અવતાર બગાડી મૂકે છે ? મુખ વંકાવીને ગાવું હોય તો સામો ન આવીશ !’ સારંગધરે તમાચાની સ્પષ્ટતા કરી અને શિષ્ય એકાએક ગુરુને છોડી ચાલ્યો ગયો.

સારંગધરે તે દિવસથી સંગીત છોડ્યું કહીએ તો ચાલે. અલબત્ત, જીવન આખું સંગીતને સંમર્પણ કરનારથી સંગીત સાથે છૂટાછેડા તો ન જ થઈ શકે. પરંતુ તેમણે જલસા બંધ કર્ય, શિક્ષણ પણ બંધ કર્યું અને ગાવાનું પણ ઘણું ઓછું કરી નાખ્યું. શિષ્યના ગયા પછી સારંગધરને લાગ્યું કે તેમનું પોતાનું જ શિષ્ય પ્રત્યેનું વર્તન સંગીતસિદ્ધાન્તથી સેંકડો ગાઉ દુર હતું. જેમ મુખ બગાડીને સંગીત ગાનાર દૂષિત ગાયક બને છે, તેમ તમાચા મારી સંગીત સુધારનાર પણ દુષિત ગણાવો જોઈએ; વાણી, વર્તન અને વિચારની શુદ્ધિ ન ઉપજાવે એ સંગીત નહિ. સારંગધરને લાગ્યું કે તેઓ પોતે જ અપાત્ર હતા. તેમના હૃદયમાં અસંતોષની ઉગ્ર જ્વાળા પ્રગટી. સંગીતકાર તરીકેનું પોતાનું નામ લગભગ લુપ્ત બનાવી દીધું. વિશુદ્ધ રાગરાગણીઓની સૂરાવલિની કલ્પનામાં તેમણે જીવવા માંડ્યું. એ કલ્પના ઉગ્ર બનતી ત્યારે તેઓ ગાઈ ઊઠતા; પણ તે ઘણું થોડું.

સંગીતત્યાગે તેમને વૃદ્ધ બનાવી દીધા. અશક્ત, પરાધીન અને ગરીબ બની ગયેલો સંગીતકાર પોતાના જૂના મકાનના કેટકેટલાક ભાગ વેચીસારી પોતાનું ગુજરાન કરતો, એક બોરડીમાં પોતાનાં સંગીતસાધનો સામે રાખી જીવન ગુજારતો બની ગયો. તેનું એને બહુ દુ:ખ ન હતું. પરંતુ સંગીતની સઘળી આવડત વિકસાવે એવા શિષ્યને કાઢી મૂક્યો એ બેસૂરું અને બેતાલું કાર્ય તેના જીવનને - સુસંગીતને જીર્ણ બનાવતું ચાલ્યું. એ પડી જતા દેહને જરા ટટાર કરવાનો પ્રયત્ન વ્યસનો વધાતો હતો. પરંતુ એ વ્યસનો