પૃષ્ઠ:Rasbindu.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬:રસબિન્દુ
 


‘આપને કેમ ઘર જોવું પડ્યું ?’ સ્ત્રીએ મારી સામે જોયા વગર પૂછ્યું, તે રોટલીઓ વણ્યે જ જતી હતી.

‘મારે ઘર ભાડે રાખવું છે.’ મેં કહ્યું.

‘એમ ?’

‘હા જી. હું રહું છું તે ઘર મને કબૂતરખાના જેવું લાગે છે.’

‘મનગમતું ઘર બંધાવતા કેમ નથી ?’

‘હજી એટલો પૈસો સાચવ્યો નથી, એટલે ભાડાનાં ઘર શોધવા રહ્યાં.’

‘કોઈ સારું મકાન મળ્યું ?’

‘ના જી, મને તો આ ઘર સારું લાગે છે.’

સ્ત્રીએ મારી સામે જોયું. તેની આંખ મીંચાતી ન હતી એવો મને ભ્રમ શા માટે થયો હશે ?

‘તમને કોઈએ આ ઘરમાં આવવાની ના ન પાડી ?’

‘ના તો ન પાડી, પણ એકબે જણને પૂછ્યું ત્યારે મને ન સમજાય એવો અણગમો એમણે દેખાડ્યો ખરો.’

‘હં. છતાં તમને આ ઘર ગમ્યું ?’

‘લોકો ગમે તે કારણે અણગમો બતાવે. મને તો ઘરની ચોખ્ખાઈ, વિશાળતા, આંગણું, એ બધું જ ગમ્યું. મને ગમે એટલે બસ. હું ઘણી બાબતોમાં લોકોની શિખામણ બાજુએ મૂકું છું.’

‘પણ લોકો શા કારણે અણગમો બતાવે છે એ તમે જાણો છો ?’

‘ના જી.’

‘તો ઘર ભાડે રાખો તે પહેલાં તમે એટલું જાણી લો કે આ ઘરને માટે બધાંને વહેમ છે.’

‘એટલે’

‘એટલે એમ કે અહીં ભૂત વસે છે.’

હું હસ્યો. ઘરની માલિક લાગતી બાઈ પોતાની મેળે જ પોતાના ઘર વિષે વહેમની માન્યતા દર્શાવે એ મને જરા નવાઈભર્યું લાગ્યું. બાઈની પ્રામાણિકતા અદ્‌ભુત કહેવાય, અને... કદાચ મારા બીકણપણાની