પૃષ્ઠ:Rasbindu.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨ : રસબિન્દુ
 

ઢબે કેમ બોલે છે તેનો આબેહૂબ ખ્યાલ આપવાનો પ્રયત્ન યશદા કરતી હતી.

‘આનું જ નામ હિંસા.’ મેં ચારે પાસ હસતાં છોકરાંને કહ્યું.

‘એમાં ક્યાં કોઈ પ્રોફેસરને અમે મારીએ છીએ ?’ યશદાએ કહ્યું.

‘હવે વિદ્યાર્થીઓએ એટલું જ બાકી રાખ્યું છે.’ મેં કહ્યું.

‘બાકી નથી રાખ્યું. એરોપ્લેન તો તેમના ઉપર ફેંકવા માંડ્યાં છે.’ મારા એક પુત્રે કહ્યું. એ બી.એ. ક્લાસમાં ભણતો હતો.

‘એટલે જ તમે ભણવામાંથી હજી ઊંચા આવતાં નથી.’ સાધારણ કારકીર્દિવાળા પુત્રના અભ્યાસનો નિર્દેશ કરી મેં કહ્યું.

‘પ્રોફેસરો ભણાવે જ નહિ પછી અમે શું કરીએ ?’ પુત્રે કહ્યું.

‘શા માટે તમને નથી ભણાવતા એનો તમે વિચાર કર્યો ?’ મેં પૂછ્યું.

‘મફતનો પગાર ખાવો છે માટે.’ પુત્રીએ કહ્યું.

‘જરા વધારે ઊંડા ઊતરો ! તમારી હિંસકવૃત્તિ જ તેમને સારું શીખવતા દેતી નથી. તેમને પ્રેમથી જીતો. પછી જુઓ...’ મેં કહ્યું.

‘અરે પણ મેજ ઉપર પેટ ઘસડે એના ઉપર કોણ પ્રેમ કરે ?’ પુત્રીએ પ્રેમની મીમાંસા માંડી !

‘એના પ્રત્યે પણ આપણે સદ્‌ભાવ રાખીએ...’

‘જેટલી વાર એ પેટ ઘસડે એટલી વાર એકેએક આંગળી કાપી કાની તેના ઉપર લોહી છાંટવું ! એમ ?’ મારી પુત્રીએ અહિંસાનું મને ચીડવતું દૃષ્ટાંત આપ્યું.

‘તમે અહિંસાનું હાર્દ સમજો...’ મેં કહ્યું.

‘અહિંસાથી કાંઈ વળે એમ નથી.’ મારા પુત્રે કહ્યું.

‘વાદવિવાદ બંધ કરશો ?’ મેં આવેશને અટકાવી નમ્રતાથી બાળકોને કહ્યું અને તેની તુર્ત અસર થઈ. કોઈએ તે દિવસે અહિંસાની મશ્કરી ન કરી. અમારી વાતચીત પૂરી થઈ. ચહાના પ્યાલા