પૃષ્ઠ:Rasbindu.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ના જી. આપના અવાજમાં વિજયની સ્થિરતા છે. મારા કોઈ મિત્રમાં એવી....’

‘સુરેશ યાદ આવે છે ?’

‘સુરેશ? અલ્યા ચોરી કરીને ગ્રેજયુએટ થયો હતો તે ?’

‘હા, અને તારાથી ઉપલો વર્ગ મેળવ્યો હતો તે !’

‘મને આમ રમાડવાનું કાંઈ કારણ?’

‘હજી વધારે રમાડીશ, પણ અત્યારે વખત નથી. અને તને પણ બહુ મોડો ઓળખ્યો.’

‘સુરેશ ! તારી વીમા કંપનીનું શું થયું ?’

‘લોકોનાં જીવનમરણ ઉપર તે નિર્ભર છે.’

‘અને તારો કલાશોખ...’

‘નફાકારક નીવડે છે. ચાલ, તારો પણ લાભ એમાં લઈએ.’

‘મારે અને કલાને કશો જ સંબંધ હોય એમ માનીશ નહિ.’

‘પણ તારા પ્રિન્સિપાલને અને કલાને તો સંબંધ છે ને ?’

‘હશે ખરો. કંઈ જૂની મૂર્તિઓ, જૂનાં ચિત્રો, જૂની વસ્તુ ઓનો એ શેખ ધરાવે છે. જીવતી દુનિયા એને ગમતી નથી એટલે એ સ્મશાનો શોધે છે.’

‘એક કામ ન કરે ?’

‘તેં દસ રૂપિયા મને આપ્યા, એટલે આજનો દિવસ તો તું મારી જિંદગી પણ માગી શકે.’

‘તેનો મારે બહુ ખપ નથી. તું એટલું કર; અત્યારે જ તારા પ્રિન્સિપાલની પાસે જા, અને તારા તરફથી એટલું કહે કે પેલી હીરા ઉપર કોતરેલી નાની મૂર્તિના હું બે હજાર વધારે આપીશ.’

‘તું જ કહી આવ ને?’

‘હું લડીને આવ્યો છું અને સંભવિત છે કે તને એ વાતચીતમાંથી તારી ગયેલી નોકરી પાછી મળે !’

મને ટ્યૂશનની પણ ના પાડનાર પ્રિન્સિપાલ જૂની વસ્તુઓ વેચવાનો પણ ધંધો કરતા હશે એની મને શી ખબર? અને મારા