પૃષ્ઠ:Rasbindu.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘હું શા માટે નાસી જાઉં ?’

‘તમે અને સુરેશે બંનેએ મળી મને ઠગ્યો છે. દસ હજારની ખોટી નોટો મને આપી...’

‘અરે સાહેબ ! ઠગાઈ તો અમે કરી જ નથી. જે કારખાનામાંથી જૂની કારીગરીનો હીરો તમે બનાવ્યો ત્યાં જ સુરેશે નવી નોટ્સ બનાવી છે.’

‘મને ધમકી આપવા માગો છો?’

‘એ તો જે માનવું હેાય તે માનો. પણ હું તમને સહુને ખૂબ વફાદાર નીવડીશ – જો મને નોકરીમાં ચાલુ રાખશો તો !’

‘નોકરી ? હવે ?’ પ્રિન્સિપાલે ગુસ્સે થઈને કહ્યું.

‘હવે જ મારી ખરી જરૂર છે. પેલા રાજાને ઘેર તમારો હીરો ટકશે ત્યાં સુધી વખણાયા કરશે અને તમારી પાસે નવી માગણીઓ આવશે. સુરેશને દસ હજાર સાચા મળશે–રાજા તરફથી કદાચ ઈનામમાં થોડું વધારે પણ મળે. અને તમારી નોટ્સ હું વરસ દિવસમાં ખરી બનાવી દઉં.’

‘ખોટી નોટ્સ ખરી કેમ બને ?’

‘મને એ સોંપી દો.’

‘પણ તમે કરશો શું ?’

‘આપણી સંસ્થામાં મહિને હજારનો તો પગાર થાય; એમાં બસો સેરવી દઈશું. હજારની ફી આવે એમાં બસોની નોટ્સ ખોટી આવી એમ કરી વિદ્યાર્થીઓના વાલીઓને પધરાવી દેવાશે. આમ એક વર્ષમાં અડધી નોટ્સ કાઢી નાખશું. બીજે વર્ષે એનું એ.’

કલાના શોખીન પ્રિન્સિપાલની બાવરી બનેલી આંખ જરા સ્વસ્થ થઈ, અને મને શાળામાં ચાલુ રાખવાનો હુકમ પણ મળ્યો.

ત્યારથી હું એ સંસ્થામાં ચાલુ રહ્યો છું. એટલું જ નહિ, પણ વાઈસ પ્રિન્સિપાલનો હોદ્દો ભોગવી સુરેશની વીમા કંપનીનો એજન્ટ પણ બન્યો છું. એટલું જ નહિ, પેલા રસિયા રાજવીના