પૃષ્ઠ:Rasbindu.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મેં એક દિવસે કે રાત્રે – શરાફની સાથે બેઠેલા જોયા હતા એ હકીકત આપણે ખાનગી રાખીશું. હું અનેક ખાનગી વિગતો જાણું છું. છતાં મારી ગૃહસ્થાઈ મને એ વિગતો કહેતાં જરૂર અટકાવે જ. જેટલી ગૃહસ્થાઈ માનવીમાં એટલી જ ગૃહસ્થાઈ માનવીના રૂપિયામાં. પણ એ ગાયિકાગૃહમાંથી શરાફે બીજા રૂપિયા સાથે મને પણ ખિસ્સામાંથી કાઢી મદ્યગૃહમાં રવાના કરી દીધો એ કહેવામાં શા માટે શરમ આવવી જોઈએ ? મુસ્લિમ ધર્મ સિવાય કયા ધર્મે દારૂ નિષેધ પોકાર્યો છે? અને ધર્મે પોકારેલા કયા નિષેધને ધર્મીઓએ માન્ય કર્યો છે? સુધરેલાં રાજ્ય પણ એ વેચાણ માન્ય કરે છે એટલે મારે દારૂ વેચનારને ત્યાં જવામાં વાંધો શા માટે હોય ?

ત્યાં કોઈ મારે લાંબો વખત રહેવાનું હતું જ નહિ. સૂકા ગુલાબનાં ફૂલ વેચાતાં લેવા માટે સરૈયાની દુકાને કલાલે મને મોકલ્યો, અને એ જ રાતે સરૈયાને ઘેર સત્યનારાયણની કથા હતી ત્યાં પૂજનમાં મને સોપારી નીચે મૂકી ગંગાજળ છાંટી મંત્રોપચાર વડે કથાકાર બ્રાહ્મણે મને દેવ પણ બનાવી દીધો. એ દેવમાંથી હું દક્ષિણા બની કથા કહેનાર બ્રાહ્મણને ઘેર ચાલ્યો ગયો. કહો જોતજોતામાં ગાયિકાને ઘેરથી કલાલને ઘેર અને ત્યાંથી સરેેયાની કથામાં પૂજા પામી બ્રાહ્મણના મકાનમાં પહોંચી જવું એ અનુભવ કેટલો રોમાંચક લાગે છે? છતાં ગાયિકા, કલાલ,સરૈયો અને બ્રાહ્મણ એ તમારા જીવનનાં કેટલાં પાસે પાસે રહેતાં અંગો છે એની સચોટ સાબિતી મારા સિવાય બીજું કોણ આપી શકે એમ છે?

પરંતુ સત્યનારાયણની કથા કહેનાર બ્રાહ્મણ ઉપર સત્યનારાયણ ખાસ પ્રસન્ન હોય એમ દેખાયું નહિ. એના ઘરનું નાવ કથા પ્રમાણે લતાપત્રથી ભરેલું નીકળ્યું. એને બિચારાને પોતાની મોટી દીકરી પરણાવવાની હતી, અને ચાર પાંચ હજાર રૂપિયાનો હુંડો આપ્યા વગર કોઈ કુલીન બ્રાહ્મણનો છોકરો એને પરણે એમ ન હતું. અડધો ભૂખમરો વેઠી ગામેગામ ટહેલ નાખી કંઈક શેઠશાહુકારોની ખુશામત કરી એ બ્રાહ્મણે હજાર રૂપિયા ભેગા કરી એક