પૃષ્ઠ:Rasbindu.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ એક રૂપિયાની બેઠકમાં આરામથી બેસી શક્યો હોત ! જેમ મિલકત ઓછી તેમ મિલકતનો મોહ ઓછો એ વાત ખરી છે, નહિ?

પરંતુ તમને ફિલસૂફી કે વિરાગનું જ્ઞાન આપવા હું માગતો નથી. મારું કહેવું એટલું જ છે કે હું તમારી રજેરજ જેટલી વિગતોનો ભોમિયો છું. હું દેવને પણ ચરણે મુકાઉં છું અને દેવદાસીને ચરણે પણ; હું તમારા જુગાર પણ જોઉં છું અને તમારી જાત્રાઓ પણ નિહાળું છું; હુ લાંચમાં પણ ખરો અને લગ્નમાં પણ ખરો. તમારું, લગભગ તમારી આખી પ્રજાનું, પ્રજાના જીવનનું હું પ્રતિબિંબ લઈને ફરું છું.

મને કાંઈ વધારે પૂછવું છે?

આજે મેં ઘણું કહ્યું. હવે તમને કંટાળો આવશે. પરંતુ કોઈ કોઈ વાર તમે મને પૂછતા રહેશો તો જાણવા જેવું ઘણું ઘણું હજી કહીશ.

માત્ર એ કહ્યાનું ખોટું ન લગાડશો !