પૃષ્ઠ:Rasbindu.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ટેલિફોનનું ભૂત : ૬૫
 

ગયો. મારા શેઠનું નામ કિશારીલાલ હતું અને રકમ આપવા માટે તેઓ તૈયાર છે એટલું મને સમજાયું. પરંતુ તે કોને ? શા માટે ? ફોનમાં કોણ શી બાબતની વાત કરશે ? એ બધા ટુકડા હું સાંધી શક્યો નહિ. મારી એ ફરજ પણ ન હતી. જેની નોકરી કરવી તેના ઓરડા તરફ નજરે ન કરવી અને તેની ફોન ઉપરની વાતચીતને સમજવા મંથન ન કરવું એ નોકરીની પહેલી કલમ હોવી જોઈએ. ઉત્સુક મનને વારી મેં બારણું ઉઘાડ્યું.

‘મિ. કુંજ ! તમે જશો નહિ. અહીં જ બેસીને લખો. હું દસેક મિનિટમાં મારા મિત્રોને મળી આવું છું. કોઈનો ફોન આવે તો મને તરત ખબર આપજો.’ માલિકનો હુકમ થયો. મારું નામ કુંજવિહારી હતું. પરંતુ સમયનો વ્યય એ નામોચ્ચારમાં વધારે થતો એટલે આજની ઉતાવળી દુનિયા મને મોટે ભાગે ‘કુંજ’ કહીને જ બોલાવતી. અને..... વિહાર માટે સગવડ ન હતી એ સાચી વાત પણ એ ટૂંકા નામમાં સમજાઈ જતી.

હું પાછો આવી મારી અસલ જગાએ બેઠો, અને મારા શેઠ કિશોરીલાલ ખંડની બહાર ગયા

મેં રેખાચિત્ર શરૂ કર્યું. છબી અને નોંધ મેં મારી સામે મૂકી સરસ્વતી અને ગણેશની સ્તુતિ કરી પ્રેરણા માગી. પ્રેરણાના પહેલા પ્રકાશ રૂપે નીચેની કડીઓ યાદ આવી :

‘શું જુઓ તનની છબી ? એમાં નથી નવાઈ;
દેખો મુજ મનની છબી, ભલા પરીક્ષક ભાઈ !’

પરંતુ એમાં તો છબી ઉપર ભાર મૂકવાનો હતું. આવી કડી ન ચાલે. કલાપીની ‘મૃત પુત્રી લાલાંની છબી જોતાંને’ કવિતા યાદ આવી પરંતુ એમાં તો કરુણ રસ હતો. સુંદરમ્‌ની ‘બાની છબી’ યાદ કરી જોઈ.

છતાં લેખની શરૂઆત થઈ નહિ. વચમાં કિશોરીલાલ આવીને પૂછી પણ ગયા કે કોઈનો ફોન આવ્યો હતો કે કેમ? પરંતુ ‘ના’ની નિરાશા સાથે તેઓ પાછા ગયા, લેખની શરૂઆત થતી ન