પૃષ્ઠ:Rasbindu.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ટેલિફોનનું ભૂત : ૭૩
 

વગર આવી આવડત આવે નહિ ! અને એની સાથે મારે લગન કરવાનું હતું !

સિસકારા સાથે મેં બિનશરતી સુલેહ માગી લીધી. મને પેલો દુહો યાદ આવ્યો :

‘નહિ પુરુષ બલવાન.’

અને ખૂબ આનંદમાં આવી તેણે મારો હાથ પકડી કહ્યું : ‘ચાલો હવે પાછા. ઘેર જવાની ઉતાવળ તો નથી?’

‘મારું ઘરબાર સઘળું હવે તમે જ છો.’ મેં કાન્તાને પગે પડી કહ્યું.

‘તમે અભિનય સરસ કરી શકો છો,’

‘જે કહેશો એ મારે કબૂલ છે.’

‘ત્યારે તો આપણાં લગ્ન થઈ જાય ત્યાં સુધી તમારે મારી આંખ સામે જ રહેવું.’

‘હું ના કહું એવી સ્થિતિમાં જ નથી, તમારું ભરાવ્યું ડગલું ભરીશ.’

‘તમે પતિ તરીકે બહુ સારા નીવડશો એમ મને લાગે છે.’

‘તમારું પ્રમાણપત્ર હું સોને મઢીશ અને જ્યારે જ્યારે લગ્નનો પ્રસંગ આવશે ત્યારે ત્યારે.…’

‘શું ? શું બેલ્યા ! લગ્નના કેટલા પ્રસંગો તમારે જોઈએ ?’

‘મારે તો એ કે ય નહોતો જોઈતો. પરંતુ પ્રભુ જે માથે નાખે તે ઉપાડવું.’

‘આજ તો હું તમને ઉપાડી જાઉં છું.’ કહી કાન્તાએ મને પાછો કારમાં બેસાડ્યો અને એણે કાર પાછી વાળી. બીજા દિવસના બપોર સુધી હું એના વશીકરણની અસરમાં રહ્યો. ખરેખર, એ પરિસ્થિતિ સામાન્ય ન હતી. જાદુ સિવાય એ બને જ નહિ. હું જગતના સર્વ પુરુષોને આહ્વાન કરું છું કે જીવનમાં એક વાર પણ તેઓ સ્ત્રીના મોહનામંત્રથી ભાન ભૂલ્યા નથી એમ પુરવાર કરે ! એમ થાય તો મારે તેમનું મંદિર