પૃષ્ઠ:Rasbindu.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬ : રસબિન્દુ
 


મારાં લગ્નની એમને ખબર પડી હશે શું ? મને લગ્નનો આનંદ ભોગવવા દેવા માટે તેમનો આભાર માનવો કે નહિ ? કાન્તાને તો તેઓ ઓળખતા હતા અને તેની સાથે વાત કર્યા પછી તેઓ નાચી ઊઠ્યા હતા, એટલે કદાચ અમારાં જાદુઈ લગ્નની તેમને ખબર હોય પણ ખરી !

પરંતુ કારણ બતાવ્યા વગર જ તેમનો આભાર માનવાનું મેં સલામત માન્યું. આપણી કેટલી યે વાતોમાં આપણા સાહેબો અને માલિકોને રસ નથી હોતો !

પણ મારી માન્યતા ખોટી પડી એમ હું ત્રીજે દિવસે તેમની તહેનાતમાં હાજર થઈ ગયો ત્યારે મને સમજાયું. મારી એક વાતમાં તો અત્યારે તેમને ભયંકર રસ રહ્યો હતો એમ હવે મને લાગ્યું; અને તે વાત એટલે મારા લગ્નની વાત. તેમાં પણ મારું કાન્તા સાથે થયેલું. લગ્ન તેમને સંપૂર્ણ રીતે વાંધાભરેલું લાગ્યું !

કારણ ?

હું તેમની હાજરીમાં ઊભો રહ્યો કે એકદમ કિશોરલાલ ઘૂરક્યા : ‘તમને અહીં આવતાં શરમ નથી આવતી ?’

‘સાહેબ ! મેં એવું કશું જ કર્યું નથી કે…’

‘તમને નોકરી મળતી ન હતી, તે મેં આપી ! તેનો આ બદલો ? નિમકહરામ ?’

‘નોકરી માટે હું આભાર માનું છું અને પ્રભુના આશીર્વાદ તમારા ઉપર ઊતરે એવી પ્રાર્થના કરું છું. બાકી પગાર હજી આપે આપ્યો નથી એટલે આપના પૈસાનું નિમક તો લાવી શક્યો નથી...’

‘ચૂપ ! મારા લાખ રૂપિયા ખોવરાવ્યા...’

‘આ તદ્દન ખોટા આરોપ છે, સાહેબ ! પેલા ‘પુષ્પપરાગ’ વાળા પાંચસો સિવાય બીજી એકે ય રકમને હું અડ્યો પણ નથી.’

‘તમે કાન્તાની સાથે લગ્ન કર્યું એ વાત ખરી છે કે નહિ.’

‘તદ્દન ખરી. પરંતુ મારી મરજી વિરુદ્ધ. હું તો એને હજી