પૃષ્ઠ:Rasbindu.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ટેલિફોનનું ભૂત : ૭૯
 

ભાષણ આપ્યું. મને એક વાત સમજાતી ન હતી તે પણ મેં એને પૂછી : ‘પણ કાન્તા... તારા આટલા બધા મિત્રો, વખાણનારાઓ અને ઓળખીતા : એ સહુને મૂકી તે મને ક્યાં ફસાવ્યો ?’

‘તારા જેવું મૂર્ખ બીજું કોણ મળે ? સહુ કોઈ જાણે છે કે કિશોરીલાલને ગવર્નર ઓળખે છે, સરન્યાયાધીશ ઓળખે છે, પોલીસ કમિશ્નર ઓળખે છે અને એની પાસે ધનનો અખૂટ ભંડાર છે. તારા વગર કોણ આવી હિંમત કરે ?’

‘પણ મને ફસાવવાની યોજના કરી ક્યારે ?’

‘ફોનમાં વાત કરતાં કરતાં. તારા કંઠમાં મને લાગ્યું કે તું મારો તારણહાર છે !’ કાન્તાએ હસીને કહ્યું.

‘પણ એ કશું ચાલવાનું નથી. અપ્રામાણિકપણું એમાં થયું છે; એટલું જ નહિ પણ મારા ઉપર દગલબાજીનો આરોપ મુકાય છે.’ મેં કહ્યું.

‘છો મુકાય. કૉર્ટમાં જવાબ અપાશે.’

‘કોર્ટનો પ્રશ્ન જ નથી. હું નીતિનો પૂરો હિમાયતી…’ મારી જાંઘ ઉપર ઝીણો પરંતુ મને કારમાં ઊભો કરી દેતો એક ડંખ વાગ્યો, અને સિસકારી બોલાવી વાક્ય મેં અધૂરું રાખ્યું.

‘નીતિ ? કહે, શો વિચાર છે ?’ કાન્તાએ કહ્યું.

‘તું આમ ચૂંટી ખણે તો મારે કાંઈ જ કહેવું નથી.’ નીતિ કરતાં મને કાન્તાની એ આવડતનો ભારે ભય લાગી ગયો.

‘અને જો છૂટાછેડાની વાત કરી છે તો જવાબમાં ચૂંટી સિવાય બીજું કાંઈ જ મળવાનું નથી !’ કાન્તાએ કહ્યું.

‘ચેતવણી આપ્યા વગર આમ હુમલો… નહિ; તું કહે તે મારે કબૂલ છે.’ મેં મારી નીતિની ભાવના કાન્તાને ચરણે મૂકી દીધી.

થોડી વારે તેણે મને કહ્યું : ‘કુંજ ! તું બેકાર થયો એમ માને છે ?’

‘તું માત્ર હુકમ જ કર; પ્રશ્ન ન પૂછીશ. કદાચ તને જવાબ ન ફાવ્યો અને તારું તીણું અસ્ત્ર તું વાપરે તો જોતજોતામાં સરકાર