પૃષ્ઠ:Rasbindu.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨ : રસબિન્દુ
 

છે. આપણે કશામાં ય ક્યાં ઉતાવળ હોય છે ?

સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસના ઉતારુઓને જવા–આવવા માટે દરવાજા પણ જુદા હોય છે. કેમ ન હોય ? સાચામાં સાચો વગર ભેદ પૈસાનો કે ધર્મનો ? ધર્મભેદ એ સાચી વસ્તુ હોય તો હિંદુ પાણી અને મુસલમાન પાણીની માફક હિંદુ ક્લાસ, મુસ્લિમ થર્ડ-ક્લાસ તથા જંગલી – animist – થર્ડ ક્લાસના ડબ્બા જ નહિ પણ દરવાજા સુધ્ધાં રાખવામાં હરકત આવે એમ નથી. દેશાભિમાની, હિંદુઓએ સ્વરાજ્ય લેવું હોય અગર માદરે વતનની ઝંખનાવાળા મુસ્લિમોએ પાકિસ્તાન રચવું હોય તો છરાલાઠીથી સજ્જ અને સુશોભિત ધર્મને હજી વધારે ઉગ્રતાથી પાળવો પડશે. ધર્મ સાચો પળાય તો સ્વર્ગ મળે; સ્વરાજ્ય અને પાકિસ્તાન તો સ્વર્ગનાં બચ્ચાં કહેવાય. એને માટે ખંભ ઠોકનાર શૂરવીરો ઊભા થાય તો રેલ્વેના હિંદુ ડબ્બા તથા મુસ્લિમ ડબ્બા ઊભા કરવામાં વાર કેટલી ? અને સ્ટેશનના દરવાજા તો જોતજોતામાં વધી જાય અને દરેક ઉપર કાં તો ‘હિંદુ દરવાજો’ કે ‘મુસ્લિમ દરવાજો’ એ નામ વાંચવાનું સદ્‌ભાગ્ય આ ભાગ્યશાળી હિંદી પ્રજાને પ્રાપ્ત થાય !

હિંદુ-મુસ્લિમ સમીકરણના ઘેનમાં હું દરવાજા બહાર નીકળ્યો. ગાડીઓ સારા પ્રમાણમાં ઊભી હતી તે એકે એક અદૃશ્ય થઈ ગઈ. માણસોમાં પણ હું લગભગ એકલો જ રહી ગયો. ગાડીઓની સાથે મોટરબસો પણ ભરાઈને ચાલી. હું એકલતા અનુભવી રહ્યો. ઘેર કેમ પહોંચવું તેના વિચારમાં પડ્યો. સાથે સરસામાન તો વધારે ન હતો એટલે માત્ર દેહને જ ઊંચકવાનો પ્રશ્ન હતો. વીસ વર્ષ પૂર્વે તો જરૂર મેં ચાલી નાખ્યું હોત !...અગર મળેલી પહેલી ગાડીમાં ભાવ ઠેરવ્યા વગર સફાઈથી બેસી ગાડીવાળાને મેં હુકમ આપ્યો હોત : ‘ચલાવ.’

પરંતુ વીસ વર્ષની કમાણી પછી પગે ચાલવાની શક્તિ હું ખોઈ બેઠો હતો; એટલું જ નહિ પરંતુ આખી ગાડી કરી લેવાની હિંમત પણ હું હારી બેઠો હતો. લગભગ મારા દેહ ઉપર ઘોડો