પૃષ્ઠ:Rasbindu.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હવા ખાવાનું સ્થળ


ઉનાળામાં હું હવા ખાવાના સ્થળ ઉપર હતો મારા. એક ધનિક મિત્ર છે; તેમનું વજન લગભગ બસો રતલ હતું, તે ઘટીને ૧૯૦ રતલ થયું હતું. ધનિક કુટુંબો અઠવાડિયે અઠવાડિયે પોતાનાં વજન લેવરાવે છે. મારા મિત્રનું એક માસમાં દસ રતલ વજન ઘટવાથી તેમને અને તેમના કુટુંબીઓને ભારે ચિંતા થઈ. નિષ્ણાત ડૉક્ટરોની એક મહાસભા ભેગી મળી અને વજન વધારવાના ઇલાજ તરીકે તેમણે સારું લવાજમ લઈ દવા લખી આપી કે મારા મિત્રે એકબે માસ હવા ખાવાના સ્થળે જવું.

હું મારે ખર્ચે હવા ખાવાના સ્થળ ઉપર જવાની આર્થિક શક્તિ ધરાવતો નથી. એટલે મારા મિત્રે પોતાની કાર મોકલી, ઘેર બોલાવી જ્યારે મને પૂછયું : ‘તું હવા ખાવા જઈ શકે એમ છે?’ ત્યારે મને ખૂબ નવાઈ લાગી અને મેં સ્પષ્ટ જણાવી દીધું કે ‘ભાઈ! આ જન્મે ભાગ્યે હું હવા ખાવા જઈ શકીશ.’

તેમણે કહ્યું: ‘તારે મારી સાથે આવવાનું છે. રજાની ગોઠવણ કરી લે. તારે ખર્ચ થશે નહિ અને તારી તબિયત સારી થશે.’

તે વખતે મેં જાણ્યું કે મારા મિત્રનું વજન ઘટે છે અને તેને સારી હવા તથા આસાએશની જરૂર છે.

ધનિકોને નિર્ધનો સાથે ભાગ્યે જ મૈત્રી હોઈ શકે છે. પરંતુ મારી અને મારા મિત્રની મૈત્રી અમે બંને નિર્ધન હતા ત્યારથી શરૂ થઈ હતી. એક પ્રસંગે નાની સરખી રકમ તેમને મેં આપેલી. તેમાંથી તેમની સફળતાનાં બીજ રોપાયાં એમ તેમના મનમાં ખરી