પૃષ્ઠ:Rasbindu.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કે ખોટી રીત ઠસી ગયેલું હોવાથી તેઓ મારી સાથેની મૈત્રી નભાવી રહેલા હતા. એને જોકે હું નાનીસૂની નોકરીમાં પડ્યો હતો અને મારા મિત્ર અનેક ધંધાઓમાં ઊથલપાથલ કરી આગેવાન વેપારી બની ગયા હતા, છતાં જ્યારે જ્યારે તેમને ફુરસદ મળતી ત્યારે ત્યારે તેઓ મને બોલાવતા. એકાદ ટંક જમાડતા અને નવી જૂની વાતો કરી પોતે ક્યાં ક્યાં કેવી જાતની હોિશયારી અને ચાલાકી વાપરી ધન મેળવી રહ્યા હતા, તેનું મને ન સમજાય તેવું બ્યાન પણ કરતા હતા.

મેં રજા લીધી અને આકર્ષક મુસાફરી પછી અમે એક શીતળ ઊંચી પર્વતટેકરી પર પહોંચી ગયા. સુંદર બંગલામાં અમારો નિવાસ હતો. બંગલાની બાજુમાં એક ખેતર હતું અને ખેતરની ઝૂંપડીમાં આઠદસ માણસો રહેતાં હતાં. એ સઘળાં ખેતી કરતાં હોય એમ લાગતું હતું. સવારના ચારપાંચ વાગ્યાથી તે સાંજના સાત વાગતાં સુધી ખેતરમાં સતત કોસ ફરતો રહેતો હતો, અને બે બળદો પાસે કોસ ખેંચાવતા બેત્રણ પુરુષો કાંઈ ન સમજાય એવું એકતાનભર્યું ગીત ગાયા કરતા હતા.

હવા ખાવાનું સ્થળ શરૂઆતમાં ખૂબ ઉત્સાહ અર્પે છે. ગુજરાતી કુટુંબોની તબિયત સતત સારી હવા માગે છે; અને ધનિકોની તબિયત સારી હોવા છતાં તેને વધારે સારી બનાવવા તેઓ હવા ખાવાના સ્થળ ઉપર ઉનાળામાં સતત ઘેરો ઘાલ્યા કરે છે. એટલે આ ટેકરી ઉપર વસતિ પણ ખૂબ હતી. અને આવે સ્થળે સાધારણ ઓળખાણ પણ મૈત્રીનું સ્વરૂપ ધારણ કરી લે છે. મને એવા બેત્રણ મિત્રો પણ મળી ગયા.

મારા ધનિક મિત્રને તે ડૉકટરની આજ્ઞા પાળવાની હતી. ૧૯૦ રતલનું શરીર લઈ ફરવું એ સહજ મુશ્કેલ તો ખરું, અને ડૉક્ટરોએ "ચલાય એટલું ચાલવું” એ આજ્ઞા આપી દીધેલી હોવાથી તેઓ વધારેમાં વધારે દસ મિનિટ જેટલું ચાલવા ઉપરાંત વધારે પરિશ્રમ બંગલાના બગીચામાં જ સમાપ્ત થતો. એ મિત્રને સંભાળવાની અને તેને આનંદમાં રાખવાની મારી ફરજ