પૃષ્ઠ:Rasbindu.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હું ચમક્યો. બહેનો વચ્ચેના લેણદેણના વ્યવહારમાં શું આવા ઝધડા થઈ શકતા હશે ? સુંદર ખેતર, સુંદર પર્વત, સુંદર હવા અને સુંદર સૃષ્ટિમાં વસતી બહેનો આવું કંગાલ માનસ ધરાવતી હશે એ કેમ સંભવે ?

‘બહેન થઈને તમને મારે ?’ મેં પૂછ્યું.

‘શું કરીએ ? દેવું હોય એટલે દાસ થઈને રહેવું પડે... અને એનો યે શો વાંક કાઢવો ? છ છ મહિના થઈ ગયા; અમારાથી એને પૈસા અપાયા નહિ; એના વરને વ્યાજ ભરવું પડે ! મારે નહિ તો બીજું શું કરે ?’

બાર રૂપિયાનું દેવું ! આઠ તો તેમાંથી પાછા વાળ્યા! ચારને માટે બહેનો વચ્ચે ગાળાગાળી અને મારામારી ? અને તે આવા સૌન્દર્ય અને આરોગ્યભર્યા સ્થાનમાં ?

‘અરે, એ ચાર રૂપિયા અમારી પાસેથી લઈ જવા હતા ને ?’ મેં કહ્યું.

‘હજી મહિનો થયો નથી અને શાના અપાય !’ મારા મિત્રે વ્યવહારદર્શન કરાવ્યું. અમારું કામ કરતી, વૃદ્ધાવસ્થાને કિનારે આવેલી બાઈનું ખૂન થાય તો હરકત નહિ; પરંતુ એક માસ સુધી પૂરી નોકરી ન થાય તો ધનિકો કયા નિયમથી, કયા સિદ્ધાંતને આધારે કઈ અર્થશાસ્ત્રની સંભાવવાને આશ્રયે વહેલા રૂપિયા આપી શકે? સામાન્ય જીવનના અને ધનિક જીવનના અર્થશાસ્ત્રમાં ફેર હોય છે.

‘એની હરકત નથી. આવતી કાલ પેલા સાંઈ પાસેથી ચાર રૂપિયા લઈ લઈશ.’ બાઈએ કહ્યું.

‘સાંઈ આપશે ખરો?’ મેં પૂછ્યું.

‘શા માટે નહિ? એને વ્યાજ આપીશું. એની ઝૂંપડીવાળી જગા એના માગતા પેટે જ આપી છે.’

‘એમ?’ મને આશ્ચર્ય થયું. પર્વત ઉપરની મોંઘી જમીન આ બાઈએ કોણ જાણે કેટલાયે રૂપિયામાં આપી દીધી હશે ! એમાં મુદ્દલ કેટલું અને વ્યાજ કેટલું? કદાચ વ્યાજની જ રકમ મુદ્દલ