પૃષ્ઠ:Rasbindu.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરતાં વધી ગઈ હશે.

‘આવા મોંધી જમીન ? તમે કેટલે આપી દીધી ?’ મેં પૂછ્યું

‘એ તો કાંઈ યાદ નથી. પણ એવી તો કેટલી ય જમીન અમે આપી દીધી છે. તમે રહો છો એ બંગલાવાળી જમીન પણ મારી જ હતી !’ બાઈએ કહ્યું અને હું ચમક્યો. અમે વાપરતા હતા એ વિશાળ બાગ અને બંગલાવાળી જમીનની માલિક બાઈ આજે ચાર રૂપિયા માટે લોહી રેડતી હતી !

‘જમીનના તો બહુ પૈસા મળ્યા હશે.’ મેં પૂછ્યું.

‘હા, સાહેબ.’

‘તે બધા ક્યાં નાખ્યા?’

‘થોડું દેવું હતું, બે દીકરીઓ પરણાવી; સાસુસસરા જીવતાં હતાં તેમને જાત્રાએ મોકલ્યાં; અને બાકીના છોકરાએ દુકાન કાઢી તેની ખોટમાં નાખ્યા.’

મેં આગળ કશી વાતચીત કરી નહિ. મળેલા પૈસામાંથી પોતાની જાત ઉપર એક પણ રૂપિયો ન ખર્ચનાર આ પરોપકારી ખેડૂત સ્ત્રીને પગે લાગવું કે તેની બેવકૂફી માટે તેને વાગ્યા ઉપરાંત ધોલ મારવી તેની સમજ મને પડી નહિ.

થોડી વારે મારા મિત્રે કહ્યું :‘જોયું ને? પેલા સમાજવાદીઓ મજુરોને વધારે પૈસા આપવાનું કહે છે તે ! આ બાઈએ મળેલા પૈસા વેડફી નાખ્યા ! એમના હાથમાં પૈસા રખાય જ નહિ.’

મારા હાથમાં પણ પૈસા ન હતા. પૈસા થાય એવો સંભવ પણ ન હતો. એટલે મેં મિત્રની દલીલ સ્વીકારી લીધી. વળી હું તેમને ખર્ચેે અહીં આવ્યો હતો, અને ઘેર પહોંચતા સુધી તેમના પૈસાની મારે જરૂર હતી, એટલે તેમના સિદ્ધાંતને મેં ટેકો આપ્યો.

મારા મિત્રનું ખૂટતું વજન આ સ્થળમાંથી એમણે ખેંચી લીધું, એટલું જ નહિ પણ એક સારા ધંધાદારી તરીકે બીજું વધારાનું દસ રતલ વજન સંગ્રહી અમે પાછા ફર્યા. આખું વર્ષ અમે અમારા કામકાજમાં ગાળ્યું. વચ્ચે વચ્ચે અમે મળતા ત્યારે હવા ખાવાના સ્થળ