આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૃથ્વીકુંજ
૯૧
આવો, ચાંદલિયા ! આ મારા આવાસમાં !
રોજ હું જમાડું મોતી ક્ષીરે :
ચાંદલિયે આંખો ઠરી રે ! ૫
ઘડીક ઠરી શું જાઓ પાછા ગગનમાં ?
જોઈ જોઈ રહેવું તગદીરે !
ચાંદલિયે આંખો ઠરી રે ! ૬
રાતભર જોઈ સુધા ઝીલવી શું દૂરથી ?
હૈયે શું ન ધારું એ લગીરે ?
ચાંદલિયે આંખો ઠરી રે ! ૭
આવો અંધારિયાં, આવો અજવાળિયાં :
હું તો જડાઈ આ જંજીરે !
ચાંદલિયે આંખો ઠરી રે ! ૮