પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૪
રાસચંદ્રિકા
 



કમળતલાવડીનો હંસલો

♦ પાલવડો મારો મેલો, મોહનજી. ♦


કમળતલાવડીએ ઊભો છે હંસલો,
ચંદનીથી ધોઈ દેવપાંખો રે લોલ;
ભ્રમરગુંજારવે એ ગુંજે તલાવડી
બીડી છે હંસલાની આંખો રે લોલ. ૧

ક્યાંની તલાવડી ને ક્યાંનો એ હંસલો,
ક્યાનાં એ પાણીડાં છલકે રે લોલ ?
ક્યાંના ભ્રમર ચકરાવે ગુંજારવે
કમળની કીકીઓમાં મલકે રે લોલ ? ૨

આજે છે રસના આ સાગર તલાવડીએ,
રસિયાંની રસનાને લોભે રે લોલ;
કાલે સુકાશે એના રસનાં ઝરણ, ત્યાં
કોણ એ તલાવડીએ થોભે રે લોલ ? ૩

સુંદરની સુંદરતા એવી વસુંધરામાં
આવે ને જાય ઘડી મોહી રે લોલ;
બીડી આંખે ન એક જાણે એ હંસલો,
ક્યાં તક રહે સુંદરતા સોહી રે લોલ. ૪